રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર બની ગંભીર, CM એ મંત્રીઓને સોંપી મહત્વની જવાબદારી

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે રાજ્ય સરકાર પણ મુંજવણમાં છે. સૂત્રો પાસેથી મળેલી વિગત પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ સીનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે. 

રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર બની ગંભીર, CM એ મંત્રીઓને સોંપી મહત્વની જવાબદારી

હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોની સાથે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજ્યમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હજુ સુધી જોઈએ એટલો વરસાદ થયો નથી. ગુજરાતમાં અત્યાર સુધી વાત કરવામાં આવે તો હજુ 45 ટકા જેટલા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. બીજીતરફ વરસાદના અભાવે રાજ્યના ડેમો તથા જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. જેથી રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપી શકે તેવી સ્થિતિમાં પણ નથી. હવે ખેડૂતોની સ્થિતિને લઈને સરકાર સામે પણ સંકટ ઉભુ થયું છે.

રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર 
રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો માટે મોટુ સંકટ ઉભુ થયું છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદ અંગે ખુબ ગંભીર ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો તરફથી આ માહિતી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીની અને ખેડૂતો માટે સિંચાઈના પાણી માટે સીનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે. 

આ મંત્રીઓને સોંપી જવાબદારી
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કૃષિ મંત્રી આરસી ફળદુ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદા પર પીવાના પાણીનો આધાર હોવાને કારણે સિંચાઈ માટે પાણી આપવું પણ મુશ્કેલ છે. જેથી સરકાર હવે કોઈ વૈકલ્પિક ઉકેલ વિચારી શકે છે. કેબિનેટના સીનિયર મંત્રીઓ શું કરી શકાય તેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરશે. 

આ વર્ષે હમણા સુધી ચોમાસાની સીઝન અડધી થઈ હોવા છતાં વરસાદ નથી પડ્યો. મુખ્યમંત્રી કિસાન યોજના હેઠળ સીઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ હોય તો સહાય મળે છે. ત્યારે 31 ઓગસ્ટ સુધી 2 વરસાદ વચ્ચે 4 અઠવાડિયાનો ગેપ હોય તો દુષ્કાળનું જોખમ ગણાય છે. 

  • કચ્છમાં 31.74 ટકા વરસાદ 
  • ઉત્તર ગુજરાતમાં 31.98 ટકા વરસાદ 
  • મધ્ય ગુજરાતમાં 37 94% ટકા વરસાદ
  • સૌરાષ્ટ્રમાં 37.10 ટકા વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં 51.41 ટકા વરસાદ 

આ પણ વાંચો- Patan: વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ ખરાબ, સુકાતા પાકને બચાવવા કેનાલમાં પાણી છોડવાની માંગ

કયા જિલ્લામાં વરસાદની કેટલી ઘટ 

  • અમદાવાદ જિલ્લામાં 507mm વરસાદ થવો જોઈએ. 215 mm વરસાદ નોંધાયો છે. 58 ટકા ઘટ છે
  • આણંદ જિલ્લામાં 593mm વરસાદ થવો જોઈએ. જ્યારે 379 mm વરસાદ નોંધાયો છે. 36 ટકા ઘટ છે.
  • બનાસકાંઠા જિલ્લામાં 431 mm વરસાદ થવો જોઈએ. પણ 179 mm વરસાદ થયો છે. 58 ટકા ઘટ છે
  • ભરૂચ જિલ્લામાં 576  mm વરસાદ થવો જોઈએ. જ્યારે 327 mm વરસાદ થયો છે. 41 ટકા ઘટ છે
  • છોટાઉદેપુર જિલ્લામાં 757 mm વરસાદ થવો જોઈએ. પણ 507 mm વરસાદ નોંધાયો છે. 33 ટકા ઘટ છે
  • દાહોદ જિલ્લામાં 599 mm વરસાદ થવો જોઈએ. 269 mm વરસાદ નોંધાયો છે 55 ટકા ઘટ છે
  • ડાંગ જિલ્લામાં 1677 mm વરસાદ થવો જોઈએ. 1022 mm વરસાદ નોંધાયો છે. 39 ટકા ઘટ છે
  • ગાંધીનગર જિલ્લામાં 559 mm વરસાદ થવો જોઈએ. 185 mm વરસાદ નોંધાયો છે. 67 ટકા ઘટ છે
  • ખેડા જિલ્લામાં 625 mm વરસાદ થવો જોઈએ. 291 mm વરસાદ થયો છે. 53 ટકા ઘટ છે.
  • મહીસાગર જિલ્લામાં 588 mm વરસાદ થવો જોઈએ. 263 mm વરસાદ નોંધાયો છે. 55 ટકા ઘટ છે
  • મહેસાણા જિલ્લામાં 522 mm વરસાદ થવો જોઈએ. 259 mm વરસાદ થયો છે. 50 ટકા ઘટ છે
  • નર્મદા જિલ્લામાં 829 mm વરસાદ થયો છે. 531 mm વરસાદ નોંધાયો છે. અહી 36 ટકા ઘટ છે
  • નવસારી જિલ્લામાં 1453 mm વરસાદ થવો જોઈએ. પણ 1026mm વરસાદ થયો છે અને 29 ટકા ઘટ
  • પંચમહાલ જિલ્લામાં 685 mm વરસાદ થવો જોઈએ. 307mm વરસાદ નોંધાયો છે 55 ટકા ઘટ છે
  • પાટણ જિલ્લામાં 395 mm સરેરાશ વરસાદ થવો જોઈએ. 249 mm વરસાદ નોંધાયો. 37 ટકા ઘટ છે
  • સાબરકાંઠા જિલ્લામાં 594 mm વરસાદ થવો જોઈએ. પણ 265 mm વરસાદ નોંધાયો છે. 55 ટકા ઘટ છે.
  • સુરત જિલ્લામાં 1017 mm વરસાદ થવો જોઈએ. 740 mm વરસાદ નોંધાયો છે. 27 ટકા ઘટ છે.
  • તાપી જિલ્લામાં 1098 mm વરસાદ થવો જોઈએ. 558mm વરસાદ નોંધાયો છે, 49 ટકા ઘટ છે
  • વડોદરા જિલ્લામાં 683 mm વરસાદ થવો જોઈએ. 301 mm વરસાદ નોંધાયો છે. 56 ટકા ઘટ છે.
  • વલસાડ જિલ્લામા 1669 mm વરસાદ થવો જોઈએ. 1340 mm વરસાદ થયો છે. 20 ટકા ઘટ છે.
  • અમરેલી જિલ્લામાં 414 mm વરસાદ થવો જોઈએ. 314 mm વરસાદ નોંધાયો છે. 24 ટકા ઘટ છે.
  • ભાવનગર જિલ્લામાં 422mm વરસાદ થવો જોઈએ. 250 mm વરસાદ થયો છે. 41 ટકા ઘટ છે.
  • બોટાદ જિલ્લામાં 377mm વરસાદ થવો જોઈએ. 270 mm વરસાદ નોંધાયો છે, 30 ટકા ઘટ છે
  • દ્વારકા જિલ્લામાં 411mm વરસાદ થવો જોઈએ. 245 mm વરસાદ નોંધાયો. 40 ટકા ઘટ છે.
  • દિવમાં 530mm વરસાદ થવો જોઈએ. 260 mm વરસાદ નોંધાયો છે. 51 ટકા ઘટ છે
  • ગીર સોમનાથ જિલ્લામાં 692mm વરસાદ થવો જોઇએ. 317 mm વરસાદ નોંધાયો છે. 54 ટકા ઘટ છે.
  • જામનગર જિલ્લામા 690 mm વરસાદ પડવો જોઈએ. 340 mm વરસાદ નોંધાયો છે. 51 ટકા ઘટ છે
  • કચ્છ જિલ્લામાં  293 mm વરસાદ થવો જોઈએ. 127 mm વરસાદ નોંધાયો છે. 57 ટકા ઘટ છે.
  • મોરબી જિલ્લામાં 400 mm વરસાદ થવો જોઈએ. 204 mm વરસાદ નોંધાયો છે. 49 ટકા ઘટ છે.
  • પોરબંદર જિલ્લામાં 538 mm વરસાદ થવો જોઈએ. 266 mm વરસાસ નોંધાયો છે 50 ટકા ઘટ છે
  • રાજકોટ જિલ્લામાં 457 mm વરસાદ થવો જોઈએ. 261 mm વરસાદ નોંધાયો છે. 43 ટકા ઘટ છે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 389mm વરસાદ થવો જોઈએ. 146mm વરસાદ નોંધાયો છે. 63 ટકા ઘટ છે.

રાજ્યમાં ઓછા વરસાદ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમને પત્ર લખ્યો છે. અનાવૃષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય કરવા અને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી વળતર આપવા પરેશ ધાનાણી દ્વારા માંગ કરાઈ છે. તેમણે પત્રમાં લખ્યું કે, રાજ્યમા અનાવૃષ્ટિની પરિસ્થિતિ નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમા બાદ કરતા રાજ્યમા ૩૫ ટકા ઓછો વરસાદ પડ્યો છે. સિંચાઈના પાણી અને વીજળીના અભાવે પાક બચાવી શકતા નથી. તેથી ખેડૂતને 14 કલાક વીજળી આપવા માંગ કરાઈ છે. ખેતીનું 100 ટકા સર્વે કરી તાત્કાલિક વળતર આપવા માંગ કરાઈ છે. તેમણે કહ્યું કે, પશુઓ માટે ઘાસ ચારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. નાગરિકો અને પશુઓના પાણીની વ્યવસ્થા કરવી. તેમજ તોકતે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ફરીથી સ્થાપિત કરવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news