Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો દેશી જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર, અસર જોવી હોય તો આજે જ કરજો ટ્રાય
Kitchen Insects: રસોડામાં ફરતાં ઉંદર, ગરોળી કે વંદાથી મુક્તિ મેળવવી હોય તો એક જોરદાર અને તુરંત અસર કરતો ઘરગથ્થુ ઉપાય તમારા કામમાં આવશે. આ ઉપાય છે ડુંગળીનો દેશી જુગાડ. તમને માનવામાં નહીં આવે પણ ડુંગળીના આ જુગાડથી તમને તુરંત એવું રિઝલ્ટ જોવા મળશે કે તમે પોતાને જ શાબાશી આપશો કે તમે આ કામ કર્યું.
Trending Photos
Kitchen Insects: વરસાદી વાતાવરણમાં ઘરને સાફ રાખવું સૌથી મુશ્કેલ કામ હોય છે. ખાસ કરીને ગૃહિણીઓએ 24 કલાક એક્ટિવ રહેવું પડે છે. કારણ કે જો ઘર અને ખાસ તો રસોડું ચોખ્ખું ન હોય તો ગૃહિણીઓને ચેન પડતું નથી. આખો દિવસ ખડેપગે ઘરને ચોખ્ખું રાખતી ગૃહિણીની ઊંઘ ત્યારે ઊડી જાય છે જ્યારે રાત્રે અચાનક રસોડામાં આવવાનું થાય અને નજર સામે ઉંદર, ગરોળી કે વંદા ફરતાં દેખાય.
રસોડામાં રાતના સમયે પ્લેટફોર્મ પર વંદાએ તો સામ્રાજ્ય સમાવ્યું હોય છે. તો વળી ગરોળી પણ ખૂણેખાચરેથી નીકળી પડી હોય છે. રાત્રે રસોડામાં આ જીવ-જંતુઓ ફરતા હોય તેનો અર્થ એ નથી કે સફાઈનો અભાવ હોય છે. સફાઈ કરવા છતાં આવા જીવો ઘરમાં ઘુસી જ જતા હોય છે. આ જીવોને જોઈને ચીતરી પણ ચઢી જાય.
જો આવા જીવોથી મુક્તિ મેળવવી હોય તો એક જોરદાર અને તુરંત અસર કરતો ઘરગથ્થુ ઉપચાર તમારા કામમાં આવશે. આ ઉપાય છે ડુંગળીનો દેશી જુગાડ. તમને માનવામાં નહીં આવે પણ ડુંગળીના આ જુગાડથી તમને તુરંત એવું રિઝલ્ટ જોવા મળશે કે તમે પોતાને જ શાબાશી આપશો કે તમે આ કામ કર્યું.
આજ સુધી તો તમે ડુંગળીનો ઉપયોગ રસોઈમાં જ કર્યો હશે. પરંતુ ડુંગળીનો આ રીતે ઉપયોગ કરશો તો રસોડું ચકાચક રહેશે. પછી ઉંદર, ગરોડી કે વંદા તમારા રસોડામાં ફરકવાની હિંમત પણ નહીં કરે. રાત્રે રસોડામાં ફરતાં જીવજંતુઓને ભગાડવા હોય તો રાત્રે બધું જ કામ થઈ જાય પછી લાઈટ બંધ કરતા પહેલા એક ડુંગળીને સમારી તેના ટુકડાને ગેસ પર રાખો. તમે ડુંગળીને સ્લાઈસમાં કાપીને પણ રાખી શકો છો.
ગેસ સિવાય એ બધી જગ્યાઓએ પણ ડુંગળી રાખી દો જ્યાં તમે ઉંદર, ગરોળી કે વંદાને ફરતા જોયા હોય. બસ આટલું કામ કરી નિરાંતે ઊંઘી જવું. સવારે આ સ્લાઈસ હટાવી રસોડું સાફ કરી લેવું.
કિચનમાં રાખેલી ડુંગળીની સ્લાઈસમાંથી જે ગંધ નીકળતી રહેશે તેના કારણે આખી રાતમાં પણ ઉંદર, ગરોળી, વંદા કે અન્ય જીવજંતુઓ કિચનથી દૂર રહે છે. થોડા દિવસ નિયમિત આ કામ કરશો પછી અનુભવશો કે તમારા રસોડામાં જીવજંતુઓ દેખાતા જ બંધ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે