હવે 'રાજકારણ'માં ઘૂસ્યો કોરોના, રાજ્યના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં
રાજ્યમાં હજી કોરોનાનો કહેર યથાવત છે. એક પછી નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. 2 દિવસ અગાઉ સુરતમાં હર્ષ સંઘવી અને કરંજના ભાજપના ધારાસભ્યનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં હજી કોરોનાનો કહેર યથાવત છે. એક પછી નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. 2 દિવસ અગાઉ સુરતમાં હર્ષ સંઘવી અને કરંજના ભાજપના ધારાસભ્યનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હવે રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જયંતિ કાવડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પોઝિટિવ આવ્યા છે તેવી ટ્વિટ કરીને જાણ કરી છે. તાજેતરમાં જ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપ અને કોંગ્રેસના મળીને 20 થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે.
નામ | પક્ષ | હોદ્દો | હાલની સ્થિતિ |
હર્ષ સંઘવી | ભાજપ | ધારાસભ્ય | સારવાર હેઠળ |
કિશોર ચૌહાણ | ભાજપ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
નિમાબહેન આચાર્ય | ભાજપ | ધારાસભ્ય | સારવાર હેઠળ |
બલરામ થાવાણી | ભાજપ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
પૂર્ણેશ મોદી | ભાજપ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
જગદીશ પંચાલ | ભાજપ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
કેતન ઈનામદાર | ભાજપ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
વી.ડી. ઝાલાવાડિયા | ભાજપ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
રમણ પાટકર | ભાજપ | રાજ્યકક્ષાના મંત્રી | ડિસ્ચાર્જ |
સી.જે.ચાવડા | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
ઈમરાન ખેડાવાલા | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
નિરંજન પટેલ | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
કાન્તિ ખરાડી | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
ચિરાગ કાલરિયા | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
રઘુ દેસાઈ | કોંગ્રેસ | ધારાસભ્ય | ડિસ્ચાર્જ |
શંકરસિંહ વાઘેલા | પૂર્વ મુખ્યમંત્રી | ડિસ્ચાર્જ | |
ભરતસિંહ સોલંકી | કોંગ્રેસ | પૂર્વ કેન્દ્રીય મંત્રી | સારવાર હેઠળ |
રમેશ ધડુક | ભાજપ | સંસદ સભ્ય | સારવાર હેઠળ |
અમિત શાહ | ભાજપ | કેન્દ્રીય ગૃહમંત્રી | ડિસ્ચાર્જ |
ડો.કિરીટ સોલંકી | ભાજપ | સંસદ સભ્ય | હોમ ક્વોરન્ટીન |
હકુભા જાડેજા | ભાજપ | મંત્રી | સારવાર હેઠળ |
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1330 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1276 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,690 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1118.30 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28,53,371 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 13330 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1276 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 86,034 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.42% ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,80,437 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,79,902 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 535 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 16425 લોકો સ્ટેબલ છે. 86034 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3123 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 15 લોકોનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે