ઉદ્ધવનો કંગના પર વ્યંગ: કેટલાક લોકો જ્યાંથી કમાતા હોય છે તે શહેરને આભારી નથી રહેતા

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત (kangana ranaut) દ્વારા મુંબઇની તુલના પીઓકે (PoK) થી કરવા અંગે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) સોમવારે વ્યંગ કરતા કહ્યું કે, કેટલાક લોકો તે શહેર પ્રત્યે કૃતજ્ઞ નથી જ્યાંથી તેઓ પોતાનો રોજગાર,કામ ધંધો શરૂ કરે છે. 
ઉદ્ધવનો કંગના પર વ્યંગ: કેટલાક લોકો જ્યાંથી કમાતા હોય છે તે શહેરને આભારી નથી રહેતા

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત (kangana ranaut) દ્વારા મુંબઇની તુલના પીઓકે (PoK) થી કરવા અંગે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) સોમવારે વ્યંગ કરતા કહ્યું કે, કેટલાક લોકો તે શહેર પ્રત્યે કૃતજ્ઞ નથી જ્યાંથી તેઓ પોતાનો રોજગાર,કામ ધંધો શરૂ કરે છે. 

કંગનાના ટ્વીટની નિંદા
રનૌત દ્વારા હાલમાં મુંબઇ અને અહીની પોલીસ પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે હોબાળો થયો છે. રનૌતે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ શા માટે મુંબઇ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની જેમ અનુભવી રહ્યા છે. તેમના આ ટ્વીટની અનેક ગ્રુપ દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે, તેમને હિમાચલ પ્રદેશ કે હરિયાણા પોલીસની સુરક્ષા જોઇએ અને બોલિવુડમાં કથિત માદક પદાર્થોના માફીયાનો ખુલાસો કરવા માટે તેઓ મુંબઇ પોલીસની સુરક્ષા સ્વિકાર નહી કરે.

મુખ્યમંત્રીની ટિપ્પણી
વિધાનસભામાં શોક પ્રસ્તાવ અંગે બોલતા ઉદ્ધવ ઠાકરેએ કોઇનું નામ લીધા વગર જ કહ્યું કે, કેટલાક લોકો શહેર પ્રતિ કૃતજ્ઞ હોય છે જ્યાં તેઓ જીવિકાનું ઉપાર્જન કરે છે પરંતુ કેટલાક લોકો નથી કરતા. આ ટિપ્પણી તેમણે પૂર્વ શિવસેના ધારાસભ્ય અને મંત્રી અનિલ રાઠોડને (Minister Anil Rathore) શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે, તેમનું મૃત્યુ હાલમાં જ થયું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અનિલ ભાઇ રાજસ્થાનથી આવ્યા અને મહારાષ્ટ્રને પોતાનું ઘર બનાવ્યું. તેઓ કટ્ટર શિવસૈનિક હતા. 

વાઇ પ્લસ સુરક્ષા રાજનીતિથી પ્રેરિત 
આ તરફ મહારાષ્ટ્રનાં રાહત અને પુનર્વાસ મંત્રી વિજય વડેટ્ટીવારે કેન્દ્ર દ્વારા કંગના રનૌતને વાય પ્લસ સુરક્ષા (Y Plus Security) આપવા અંગે નિર્ણયને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું વિજયે કહ્યું કે, કેન્દ્રનો નિર્ણય રાજનીતિથી પ્રેરિત છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, કંગના ભાજપનો પોપટ છે. કંગનાને સુરક્ષા આપીને કેન્દ્ર અને ભાજપે મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્રની વિરુદ્ધ કરવામાં આવેલી તેમની ટિપ્પણીનું સમર્થન કર્યું છે. તેઓ રાજ્યનાં લોકો સાથે વિશ્વાસઘાત છે. 

બોલિવુડ ડ્રગ માફિયાઓનો ખુલાસો કરવા માંગે છે કંગના
ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા રામ કદરે (Ram Kadam) હાલમાં શિવસેના નીત મહારાષ્ટ્ર સરકાર સાથે કંગનાને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. કારણ કે તે બોલિવુડના ડ્રગ માફિયા સાથે ગઠબંધન અંગેનો ખુલાસો કરવા માંગતી હતી. દરેક ટ્વીટનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, મૂવી માફિયા કરતા વધારે મુંબઇ પોલીસથી ડરે છે અને તેઓ કાં તો હિમાચલ પ્રદેશ પોલીસ અથવા કેન્દ્ર સાથે સુરક્ષા લેવાની પસંદગી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news