Video: વન કર્મચારીની દરિયાદિલી, 5 સિંહ બાળને પીવડાવ્યું પાણી

 ગીરના જંગલોમાં નેસડા અને સિંહની જુગલબંધી વિશે આપણે સાંભળ્યુ છે. પરંતુ આજે અમને તેમને વન કર્મચારી અને સિંહની જુગલબંધી વિશે બતાવવા જઈ રહ્યાં છે. સિંહના બચ્ચાને પાણી પીવડાવતો એક વીડિયો વાઈરલ થયો છે. જેમ પશુપાલક ઢોરને પાણી પીવડાવે તે રીતે આ વન કર્મચારી સિંહના બચ્ચાઓની તરસ મિટાવી રહ્યો છે. એ એક-બે નહીં પણ પાંચ પાંચ સાવજને. સિંહના પાંચ બચ્ચાઓને તે કુવામાંથી પાણી કાઢીને પીવડાવી રહ્યો છે. તરસ્યા સિંહોને કાળજી પૂર્વક પાણી કાઢીને આ કર્મચારી પીવડાવી રહ્યો છે. 

Video: વન કર્મચારીની દરિયાદિલી, 5 સિંહ બાળને પીવડાવ્યું પાણી

હનીફ ખોખર/જુનાગઢ : ગીરના જંગલોમાં નેસડા અને સિંહની જુગલબંધી વિશે આપણે સાંભળ્યુ છે. પરંતુ આજે અમને તેમને વન કર્મચારી અને સિંહની જુગલબંધી વિશે બતાવવા જઈ રહ્યાં છે. સિંહના બચ્ચાને પાણી પીવડાવતો એક વીડિયો વાઈરલ થયો છે. જેમ પશુપાલક ઢોરને પાણી પીવડાવે તે રીતે આ વન કર્મચારી સિંહના બચ્ચાઓની તરસ મિટાવી રહ્યો છે. એ એક-બે નહીં પણ પાંચ પાંચ સાવજને. સિંહના પાંચ બચ્ચાઓને તે કુવામાંથી પાણી કાઢીને પીવડાવી રહ્યો છે. તરસ્યા સિંહોને કાળજી પૂર્વક પાણી કાઢીને આ કર્મચારી પીવડાવી રહ્યો છે. 

આપણે માત્ર સાંભળ્યું જ છે પરંતુ આજે જોઈ પણ લીધુ કે અને વન કર્મચારીઓ અને જંગલના રાજા સિંહ વચ્ચે કેવું બંધન હોય છે. વાઇરલ થયેલો આ વીડિયો સાસણ ગીરના કેડલ વિસ્તારનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આ વન કર્મચારી પોતાની ફરજ પૂરેપૂરી બજાવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news