બ્રેડમેન બાદ વિરાટ કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં પૂરી કરી 25 ટેસ્ટ સદી

કોહલીની ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ છઠ્ઠી સદી છે અને આ સાથે તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના છ સદીની બરોબરી પણ કરી લીધી છે. 

બ્રેડમેન બાદ વિરાટ કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં પૂરી કરી 25 ટેસ્ટ સદી

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 25મી સદી  પૂરી કરીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેન  બાદ સૌથી ઓછી ઈનિંગમાં 25 સદી પૂરી કરનાર વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. 

કોહલીની ઓસ્ટ્રેલિયન ધરતી પર આ છઠ્ઠી ટેસ્ટ સદી છે અને આ સાથે તેણે મહાન બેટ્સમેન સચિન  તેંડુલકરની છ સદીના રેકોર્ડની બરોબરી પણ કરી લીધી છે. કોહલીએ 127 ઈનિંગમાં 25 ટેસ્ટ સદી પૂરી કરી  છે, જ્યારે સચિન તેંડુલકર 130 ઈનિંગની સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. બ્રેડમેને માત્ર 68 ઈનિંગમાં આ  સિદ્ધિ મેળવી હતી. 

કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારીને સચિનના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.  ભારતીય કેપ્ટન નવા પર્થ સ્ટેડિયમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. 

કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં વિદેશની જમીન પર 1000 રન પૂરા કરનાર વિશ્વનો 11મો અને ભારતનો  ત્રીજો બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનોમાં આ પહેલા રાહુલ દ્રવિડ (2002મા 18 ઈનિંગમાં 1137  રન) અને મોહિન્દર અમરનાથ (1983મા 16 ઈનિંગમાં 1065 રન) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. 

આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય અને કુલ ત્રીજો કેપ્ટન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના બાબ સિમ્પસન  અને સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ આમ કરી ચુક્યા છે. 

30 વર્ષીય કોહલી લંચ પહેલા વિવાદાસ્પદ કેચનો શિકાર બન્યો પરંતુ તે ભારતને વાપસી કરાવવામાં સફળ  રહ્યો હતો. કોહલીએ મિશેલ સ્ટાર્કની બોલિંગમાં ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયા સામે તેની સાતમી સદી પૂરી કરી  હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news