ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10થી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે

આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. 
ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકા જગત મંદિર જન્માષ્ટમીએ 10થી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે

દ્વારકા : આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. 

જો કે નિત્યક્રમ અનુસાર રોજિંદા શ્રૃંગાર યથાવત્ત રહેશે. જો કે ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના હશે કે ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશના જન્મોત્સવમાં ફક્ત પુજારી પરિવાર સિવાય કોઇ નહી હોય. દ્વારકા મંદિરના પુજારી પ્રણવભાઇએ જણાવ્યું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાને અમે બીરદાવીએ છીએ. 

જો કે દ્વારકાવાસીઓએ આ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં ભાગ લેવામાં આવવો જોઇએ. બહારથી આવનારા યાત્રીઓ કોરોના સંક્રમિત હોઇ શકે. તેથી દ્વારકામાં તેમનો પ્રવેશ નિષેધ હોવો જરૂરી છે. દ્વારકાના સ્થાનિકોને આ લાભથી વંચીત રાખવો યોગ્ય નથી. સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારના નિયમોને આધિન તંત્રે આ વિષય પર ફરી વિચાર કરવો જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news