પહેલા MBBS પછી IAS, જ્યાં ગયા ત્યાં લાઈમલાઈટ મેળવી: IAS ધવલ પટેલે સરકારને ભેરવી દીધી

IAS Dhaval Patel: તાજેતરમાં જ ધવલ પટેલે સરકારની સૂચનાથી આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લામાં છ શાળાઓની મુલાકાત લીધી હતી. આ પછી ધવલ પટેલે પોતાના અહેવાલમાં લખેલી વાતોને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

પહેલા MBBS પછી IAS, જ્યાં ગયા ત્યાં લાઈમલાઈટ મેળવી: IAS ધવલ પટેલે સરકારને ભેરવી દીધી

IAS Dhaval Patel:  ગુજરાત કેડરના IAS ઓફિસર ડૉ. ધવલ પટેલે ઘણા જિલ્લાઓમાં કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી છે, પરંતુ હવે તેઓ તેમના એક રિપોર્ટના કારણે સમાચારમાં છે. પટેલે સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ દયનીય છે.

ધવલ પટેલ, 2008 બેચના IAS અધિકારી, ગુજરાતની સરકારી શાળાઓની શિક્ષણ પ્રણાલી પરના તેમના રિપોર્ટ માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ ધવલ પટેલે સરકારની સૂચનાથી આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લામાં છ શાળાઓની મુલાકાત લીધી હતી. આ પછી ધવલ પટેલે પોતાના અહેવાલમાં લખેલી વાતોને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હવે સરકારના પ્રવેશોત્સવ પર સવાલો ઉઠ્યા છે, વિપક્ષને તો જાણે મુદ્દો મળી ગયો છે. તેમના પત્રમાં ચિંતા વ્યક્ત કરતા ધવલ પટેલે લખ્યું છે કે, શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ એ પણ કહી શકતા ન હતા કે ભારતના નકશામાં ગુજરાત ક્યાં છે. તે ગણિતના સાદા પ્રશ્નો અને શબ્દો પણ વાંચી શકતા ન હતા. આ ખૂબ જ ચિંતાજનક છે. શું આપણે આદિવાસી બાળકોને મજૂર બનાવવા માટે શિક્ષણ આપીએ છીએ?

જ્યાં ગયા ત્યાં લાઈમલાઈટમાં આવ્યા
આ પહેલીવાર નથી જ્યારે IAS ધવલ પટેલ લાઇમલાઇટમાં આવ્યા હોય. સુરતના કલેક્ટર તરીકે તેમણે એક અલગ છાપ છોડી હતી. હાલમાં ગાંધીનગરમાં ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ કમિશનર તરીકે પોસ્ટેડ ધવલ પટેલ શિક્ષિત IAS અધિકારીઓમાંના એક છે. એમબીબીએસ ડિગ્રી સાથે, પીજી કક્ષાએ પબ્લિક પોલિસી અને સંસ્કૃતમાં એમએનો અભ્યાસ કર્યો છે. ધવલ પટેલના પત્રમાં લખેલા શબ્દો ભલે સરકારને ડંખતા હોય, પરંતુ સત્ય લખીને તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હાલતને ચર્ચામાં લાવી દીધી છે.

પ્રમાણિક અધિકારીની છબી
ધવલ પટેલે તેમની સિવિલ સર્વિસની યાત્રા પાટણથી શરૂ કરી હતી. આ પછી તેઓ રાજકોટ અને પછી આણંદ અને અમદાવાદમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે પરંતુ સુરતના કલેક્ટર તરીકે તેમણે રાજ્ય સરકારની આઠ કરોડની જમીનની સુરક્ષા કરી હતી. જો આ જમીન ખાનગી હાથમાં ગઈ હોત તો સરકારને આટલી રકમનું નુકસાન વેઠવું પડત. ધવલ પટેલ સાથે કામ કરી ચૂકેલા અધિકારીઓનું કહેવું છે કે તેમણે આ મામલે કોર્ટમાં સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો. પટેલ એવા અધિકારી નથી કે જે દબાણમાં કામ કરે. ત્યારે પણ પટેલ ઘણી હેડલાઈન્સમાં આવતા હતા. તે જ રીતે, તેમણે ચૂંટણી દરમિયાન પણ ચૂંટણી અધિકારી તરીકે અદ્ભુત કામગીરી બજાવી હતી.

પટેલ ગાંધીનગરના રહેવાસી છે
2 જુલાઈ, 1975ના રોજ જન્મેલા ધવલ પટેલ વ્યવસાયે ડોક્ટર અને IAS ઓફિસર છે. તે મૂળ ગાંધીનગર જિલ્લાના સરડવા ગામના રહેવાસી છે. જ્યારે સરકાર દ્વારા ધવલ પટેલની આણંદથી સુરત બદલી કરવામાં આવી હતી. એ સમયે લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ધવલ પટેલ તમામ લાઈમલાઈટથી દૂર રહીને શાંતિથી પોતાનું કામ કરવામાં માને છે. આવા સમયમાં જ્યારે દરેક ત્રીજો અધિકારી સોશિયલ મીડિયા પર છે, ત્યારે પણ IAS ધવલ પટેલ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર છે. તેઓ વ્યક્તિગત રીતે સક્રિય નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news