આ દિવસે નખ કાપવા છે સૌથી બેસ્ટ, અચાનક થાય છે ધનલાભ, બની શકો છો કરોડપતિ!

When To Cut Nails: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં અમુક દિવસ નખ કાપવા એ શુભ માનવામાં આવતા નથી. એવું કહેવાય છે કે આ દિવસોમાં નખ કાપવાથી ઘરમાં ગરીબી આવે છે. બીજી તરફ, અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવાથી ધનલાભ, કરિયરમાં પ્રગતિની સાથે ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ કયા દિવસે નખ કાપવા શુભ છે અને કયા દિવસે અશુભ.

આ દિવસે નખ કાપવા છે સૌથી બેસ્ટ, અચાનક થાય છે ધનલાભ, બની શકો છો કરોડપતિ!

Best Day To Cut Nails: ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે રાત્રે નખ ન કાપવા જોઈએ. ઘણી વખત વડીલો આપણને મંગળવાર, ગુરુવાર અને શનિવારે પણ નખ કાપવાની મનાઈ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં નખ કેમ ન કાપવા જોઈએ? નખ કાપવા અંગેના કેટલાક નિયમો જ્યોતિષમાં જણાવવામા આવ્યા છે. કહેવાય છે કે સાંજના સમયે નખ ન કાપવા જોઈએ, તેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. જાણો કયા દિવસે નખ કાપવા શુભ અને કયા દિવસે અશુભ માનવામાં આવે છે.

આ દિવસે નખ કાપવા શુભ છે
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્તાહનો દરેક દિવસ એક યા બીજા ગ્રહનો કારક હોય છે. શાસ્ત્રોમાં ગુરુવાર, શનિવાર અને મંગળવારના દિવસે નખ કાપવાની મનાઈ છે. આ દિવસે નખ કાપવાથી મંગળ, ગુરુ અને શનિનો અશુભ પ્રભાવ પડે છે.

- શાસ્ત્રોમાં સાંજ અને રાત્રે પણ નખ કાપવાની મનાઈ છે. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી અથવા રાત્રે નખ કાપવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસા સંબંધિત સમસ્યા રહે છે.

- શાસ્ત્રો અનુસાર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે નખ કાપવા શુભ માનવામાં આવે છે. સોમવારે નખ કાપવાથી તમોગુણ ઘટે છે. બુધવારે નખ કાપવાથી કરિયરમાં પ્રગતિ થાય છે. શુક્રવારે નખ કાપવાથી ધનલાભ થાય છે. બીજી તરફ રવિવારે નખ કાપવા પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

ધ્યાનમાં રાખો
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નખ અને વાળ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના નખ અને વાળ સાફ નથી રાખતા, શનિ તેના પર ગુસ્સે થઈ જાય છે અને તેને ઘણું દુઃખ આપે છે. આવી વ્યક્તિને જીવનમાં ગરીબીનો પણ સામનો કરવો પડે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news