જુમ્માની નમાઝ બાદ વડોદરામાં ફાટી નીકળેલા તોફાનોમાં 90ના ટોળા સામે ફરિયાદ
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :ગઈકાલે શુક્રવારે જુમ્માની નમાઝ બાદ સીએએ-એનઆરસી (Citizenship Amendment Bill)ની વિરુદ્ધમાં વડોદરામાં તોફાનો (Vadodara riots) ફાટી નીકળ્યા હતા. પહેલા હાથીખાના વિસ્તાર અને બાદમાં ફતેપુરા વિસ્તારમાં હિંસક બનાવો બન્યા હાત. ફેતપુરા-હાથીખાનામાં પોલીસ પર પથ્થર મારો કરાયો તો નાગરવાડા વિસ્તારમાં સિટી બસ પર પથ્થરમારો કરાયો હતો. ત્યારે બંને ઘટનામાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. જે. સોસાએ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના હિંસક તોફાનોમાં 80 થી 90 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. રાયોટિંગ, પબ્લિક પ્રોપર્ટીને નુકશાન, પૂર્વ આયોજિત કાવતરું સહિતની ગંભીર કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે. નમાઝ બાદ ટોળાએ પોલીસને ‘કાટો, મારો...’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક ઈસમો તલવાર અને લોખંડના પાઇપ સાથે ધસી આવ્યા હતા. હાથીખાના, ફતેપુરા, નાગરવાડાના બનાવમાં પોલીસે 36 આરોપીઓની ઓળખ કરી લીધી છે. ત્યારે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે.
વડોદરાના પથ્થરમારામાં 1 એસીબી, 3 પીઆઈ, 2 એસઆરપી જવાન સહિત 8 લોકોને ઈજા પહોંચી છે. જેમાં પોલીસને 2 રાઉન્ડ ફાયરિંગ અને 30 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
પત્રિકા ફરતી થઈ
વડોદરામાં સીએએ-એનઆરસીની આગમાં ઘી હોમવા માટે ઉશ્કેરણીજનક પત્રિકા સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી તેવુ પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. આ પત્રિકામાં ભડકાઉ ભાષાનો ઉપયોગ કરાયો હતો. ત્યારે વડોદરાના પોલીસ કમિશનરે આ મામલે તપાસ કરવાના સાયબર ક્રાઈમને આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે