નાગરિકતા બિલનો વિરોધ News

વિરોધના વંટોળ વચ્ચે રાજકોટ શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, જુઓ વીડિયો
Dec 20,2019, 18:50 PM IST
અમદાવાદના હિંસક પ્રદર્શનમાં 2 ‘પઠાણ’નો રોલ, એકની ધરપકડ અને બીજાની શોધ ચાલુ
નાગરિકતા કાયદા (Citizenship Amendment Bill) ની વિરુદ્ધમાં ગુજરાત બંધના એલાન વચ્ચે ગઈકાલે અમદાવાદમાં હિંસક તોફાનો (Ahmedbad shahalam riots) બન્યા હતા. બપોર બાદ શાહઆલમ અને મિરઝાપુર જેવા વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી. આ હિંસક પ્રદર્શનો મામલે સોશિયલ મીડિયામાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. શું આ વિરોધ પ્રદર્શન હતા કે કોઈ ષડયંત્ર હતું. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી પોસ્ટ પણ પ્રદર્શનને હિંસક બનાવવામાં મોટો રોલ ભજવી ગઈ છે. ત્યારે પોલીસે સવારે 49 પ્રદર્શનકારીઓ અને કોંગ્રેસ કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan) ની ધરપકડ કરી છે. શહેજાદ ખાન પઠાણ ઉપરાંત આ હિંસક તોફાનોમાં અન્ય એક પઠાણની ભૂમિકા પણ સામે આવી છે. અમદાવાદના ઉમરખાન પઠાણ (Umarkhan Pathan) સામે અમદાવાદ પોલીસ ગુનો નોંધશે. ત્યારે અમદાવાદમાં વકરેલી પરિસ્થિતિમાં આ બંને પઠાણોનુ શું કનેક્શન છે તે જાણીએ...
Dec 20,2019, 14:23 PM IST
Video : છાપીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ જીપને રીતસરની ઢંઢોળી મૂકી, 3000ના ટોળ
Dec 20,2019, 13:16 PM IST
અમદાવાદ શાહઆલમ હિંસામાં 5000ના ટોળા સામે ફરિયાદ, 49 દેખાવકારોની ધરપકડ
Dec 20,2019, 9:50 AM IST
બનાસકાંઠામાં CAA-NRCનો મોટાપાયે વિરોધ, ટોળા વચ્ચેથી માંડ નીકળી પોલીસની ગાડ
નાગરિકતા બિલ (Citizenship Amendment Bill) ની વિરુદ્ધમાં અમદાવાદની એક સ્વૈચ્છિક સંસ્થાએ બંધનું એલાન કરાયું હતું. ત્યારે બનાસકાંઠામાં મોટો વિરોધ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના છાપીમાં બિલના વિરોધ (Protest) માં મોટી સંખ્યામાં મુસ્લિમ સંગઠનો એકઠા થયા હતા. CAB અને NRCનો વિરોધ કરી રહેલું મુસ્લિમો (Muslims) નું ટોળું હિંસક બન્યું હતું. આ હિંસક ટોળાએ પોલીસની ગાડી ઉથલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ જવાનો પણ માંડ માંડ પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી શક્યા હતા. હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર બની હતી. તો પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. છાપી ઉપરાંત પાલનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. 
Dec 19,2019, 15:53 PM IST

Trending news