સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી

અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલ વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં નિંદામણ,દવાનો છંટકાવ તેમજ અન્ય કામે લાગ્યા છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ થયો છે. ખાસ કરીને આ વર્ષે આગોતરી વાવણી થઈ ગઈ છે. ખાસ કરીને ભીમ અગિયારસ પછી વાવણી થતી હોય છે. 

સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલ વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં નિંદામણ,દવાનો છંટકાવ તેમજ અન્ય કામે લાગ્યા છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ થયો છે. ખાસ કરીને આ વર્ષે આગોતરી વાવણી થઈ ગઈ છે. ખાસ કરીને ભીમ અગિયારસ પછી વાવણી થતી હોય છે. 

આ વર્ષે ભીમ અગિયારસની ઉપરજ વરસાદ થતાં ખેડૂતોએ આગોતરી વાવણી કરી દીધી છે. છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ અમરેલી જિલ્લા ઉપર હેત વરસાવ્યું હતું. જિલ્લામાં મોટાભાગના તાલુકા તેમજ ગ્રામ્યવિસ્તારોમાં સારો વરસાદ થઈ ગયો છે. ત્યારે જિલ્લામાં ગઈ કાલથી વરાપ નીકળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો અત્યારે ખેતરોમાં નિંદામણ કરી રહ્યા છે.
 
જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર થાય છે.ત્યારે ગત વર્ષે જિલ્લામાં નજીવો વરસાદ પડ્યો હતો. પરંતુ આ વર્ષે વરસાદની શરૂઆત વહેલી થઈ છે. ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું છે. ત્યારે ખેતરોમાં કપાસ અને મગફળીના છોડની આસપાસ ઉગતા ઘાસનું હાલના સમયમાં ખેડુતો નિંદામણ કરીને કપાસ અને મગફળીના છોડ સારા પ્રમાણમાં મોટા થાય અને પાક સારા પ્રમાણમાં આવે તે માટે ખેતરોમાં સાથી ચલાવી રહ્યા છે.

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ, સુંદર નજારા સર્જાયા

  • અમરેલીમાં ગત વર્ષે 375179 હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું.
  • અમરેલી જિલ્લામાં ગત વર્ષે - 126273 હેકટમાં મગફળીનું વાવેતર થયું હતું.
  • અમરેલી જિલ્લામાં ગત વર્ષે - 2708 હેકટમાં બાજરીનું વાવેતર થયું હતું.
  • અમરેલી જિલ્લામાં 4411તલનું વાવેતર થયું હતું.
  • અમરેલી જિલ્લામાં ગત વર્ષે 4394 હેકટમાં શાકભાજીનું વાવેતર થયું હતું.

જુઓ LIVE TV

આમ આ વર્ષે આનાથી પણ વધારે કપાસ અને મગફળીનું વાવેતર થાય તેવું જિલ્લાના ખેડુતો માની રહ્યા છે અને સારા વરસાદના લીધે કપાસ અને મગફળીનું પણ સારું ઉત્પાદન થશે તેવી જિલ્લાના ખેડૂતો આશા રાખી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજા પોતાનું હેત વરસાવી દીધું છે. સતત પાંચ દિવસથી વરસાદ જિલ્લાના તમામ વિસ્તારોમાં થતા ખેડૂતો ગઈ કાલથી વરાપ નીકળતા ખેતી કામે ફરીથી લાગી ગયા છે ત્યારે ખેડૂતો માની રહ્યા છે કે, વરસાદ સારો થયો છે તેનાથી પાકને પણ ફાયફો થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news