ફેક આઈડી પરથી સોશિયલ મીડિયામાં યુવતીને બદનામ કરતો યુવક પકડાયો

ફેક ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જુદી જુદી પ્રોફાઈલો બનાવી બીભત્સ મેસેજો કરતા આરોપીને સાયબર ક્રાઈમ દ્વારા પકડી પાડવામા આવ્યો છે. ઇન્સ્ટાગ્રામમા faizk24 ધારકે બીભત્સ ફોટો આપલોડ કરેલ હતા. અને ફરિયાદી વિષે ગંદા શબ્દો વાપરી કોમેન્ટો કરેલી હતી. આ આઈડી કોઈ અજાણી વ્યક્તિ હતી.

ફેક આઈડી પરથી સોશિયલ મીડિયામાં યુવતીને બદનામ કરતો યુવક પકડાયો

મૌલિક ધામેચા/અમદાવાદ: ફેક ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જુદી જુદી પ્રોફાઈલો બનાવી બીભત્સ મેસેજો કરતા આરોપીને સાયબર ક્રાઈમ દ્વારા પકડી પાડવામા આવ્યો છે. ઇન્સ્ટાગ્રામમા faizk24 ધારકે બીભત્સ ફોટો આપલોડ કરેલ હતા. અને ફરિયાદી વિષે ગંદા શબ્દો વાપરી કોમેન્ટો કરેલી હતી. આ આઈડી કોઈ અજાણી વ્યક્તિ હતી.

આ બાબતની જાણ ફરિયાદીને તેના મિત્રો દ્વારા થયેલી અને ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામા આવ્યો. આરોપી અભિષેક ઉર્ફે ગુડું શર્મા જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરેલો છે. અને અગાઉ ફરિયાદી આણંદ ખાતે હોમિયોપેથકનો અભ્યાસ કરતી હતી.

સુરત: સ્કૂલમાં એડમિશનના બહાને લાખોની છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઇ

અભિષેક ઉર્ફે ગુડ્ડુ શર્મા સંપર્કમાં આવતા પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે ફરિયાદી અન્ય મિત્રો સાથે વાત કરતા અભિષેક ઉર્ફે ગુડું શર્માને પસંદ નો હ્તું જેથી બદનામ કરવાનાં ઈરાદે ફરિયાદી મહિલાને પોર્ન સાઈડ પરથી ફોટો ડાઉનલોડ કરી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તે આઈડી પરથી અભદ્ર ફોટોસ અને શબ્દો લખેલા મોકલતો હતો. જેને લઇ સાઈબર ક્રાઈમની ટીમે લોગ આઈડી મારફતે આરોપીને ઝડપ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news