ગુજરાતમાં આવી ભયંકર પરિસ્થિતિ! આ રોગથી હોસ્પિટલો ઉભરાઈ, યોગ્ય પગલા નહીં લેવાય તો...

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલ ને પત્ર લખી રજુઆત કરી જેમાં કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે.

ગુજરાતમાં આવી ભયંકર પરિસ્થિતિ! આ રોગથી હોસ્પિટલો ઉભરાઈ, યોગ્ય પગલા નહીં લેવાય તો...

પ્રશાંત ઢીવરે/સુરત: આરોગ્ય મુદ્દે પાલિકા તંત્ર નિંદ્રાધીન હોવાનું પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું છે. સુરત વરાછા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ એક પત્ર પાલિકા કમિશનરને લખ્યો છે. સુરતમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ફાટી નીકળેલ ભયંકર રોગચાળા અટકાવવા પત્ર લખ્યો છે. 

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલ ને પત્ર લખી રજુઆત કરી જેમાં કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે. અને જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુ આંકમાં વધારો થઇ રહ્યો છે. હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી. બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી. 

આવી ભયંકર પરીસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાના કેસો આવે છે.તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધુમ્રસેલ તથા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી થતી નથી. સુરત મહાનગરપાલિકાનુ તંત્ર માત્ર એ.સી. ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બાબતે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે તે બાબતે યોગ્ય પગલા લેશો તેવી રજુઆત કરી છે. 

વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ શહેરમાં વકરી રહેલા રોગચાળાને લઈ મનપા તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે અને રોગચાળા પર નિયંત્રણ માટે ૨ ત્વારિત કાર્યવાહી કરવા માટે મનપા કમિશનરને પત્ર લખી તાકીદ કરી છે. ધારાસભ્ય કિશોર કાનાણીએનું મનપા કમિશનર શાલિની અગ્રવાલને લખેલા પત્રમાં મનપાની સફાઈ અને રોગચાળા નિયંત્રણ માટે કરવામાં આવતી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. કાનાણીનું કહેવું છે કે શહેમાં હાલ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકોના મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકોને દાખલ થવા માટે પણ જગ્યા મળી રહી નથી. બ્લ્ડ બેંકોમાં પણ લોહી ઉપલબ્ધ થતું નથી. આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગર પાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોય તેમ જણાય છે. જે વિસ્તારોમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ધુમસેલ તથા દવા છિંટકાવની કામગીરી કરવામાં આવી રહી નથી. સુરત મહાનગર પાલિકા તંત્ર એસી ઓફિસમાં બેસીને કાગળ પર કામગીરી કરી રહ્યુ હોય તેવુ જણાય છે. લોકોના આરોગ્યની ચિંતા કરી તત્કાલ કામગીરી કરવામાં આવે તેવી તાકીદ કિશોર કાનાણીએ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news