20નું આઈસ્ક્રીમ, ચમચીના 3 રૂપિયા... ચૂંટણી પંચે જાહેર કર્યું ઉમેદવારના ખર્ચાનું લિસ્ટ

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે રાજકીય પક્ષો કયા બેઠક પરથી કોને ટિકીટ આપવી તેના પર મનોમંથન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આચાર સંહિતામાં અનેક નિયમોનું પાલન રાજકીય પક્ષોએ કરવાનું હોય છે. જેમાં ખર્ચનું લિસ્ટ પણ સામેલ હોય છે. આચાર સંહિતા લાગુ થયાની સાથે જ ચૂંટણી પંચે ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકે તે પણ જાહેર કર્યુ છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે એક ઉમેદવાર મહત્તમ 70 લાખનો ખર્ચ કરી શકશે. જેમાં પ્રચાર પ્રસાર જમવા સહિતનો સમાવેશ થાય છે. જો કોઇ ઉમેદવાર ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ખર્ચ કરશે તો તેને આચારસંહિતા ભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચ દ્વારા કઇ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થઇ શકે તે પણ નક્કી કરવામાં આવ્યુ છે. ખર્ચની આ યાદી પર નજર કરીએ તો....
20નું આઈસ્ક્રીમ, ચમચીના 3 રૂપિયા... ચૂંટણી પંચે જાહેર કર્યું ઉમેદવારના ખર્ચાનું લિસ્ટ

ગૌરવ પટેલ/અમદાવાદ :લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે રાજકીય પક્ષો કયા બેઠક પરથી કોને ટિકીટ આપવી તેના પર મનોમંથન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આચાર સંહિતામાં અનેક નિયમોનું પાલન રાજકીય પક્ષોએ કરવાનું હોય છે. જેમાં ખર્ચનું લિસ્ટ પણ સામેલ હોય છે. આચાર સંહિતા લાગુ થયાની સાથે જ ચૂંટણી પંચે ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકે તે પણ જાહેર કર્યુ છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે એક ઉમેદવાર મહત્તમ 70 લાખનો ખર્ચ કરી શકશે. જેમાં પ્રચાર પ્રસાર જમવા સહિતનો સમાવેશ થાય છે. જો કોઇ ઉમેદવાર ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ખર્ચ કરશે તો તેને આચારસંહિતા ભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચ દ્વારા કઇ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થઇ શકે તે પણ નક્કી કરવામાં આવ્યુ છે. ખર્ચની આ યાદી પર નજર કરીએ તો....

ખાણીપીણીની વસ્તુઓનો ભાવ

  • અડધી ચાના 10 રૂપિયા
  • આખી ચાના 15 રૂપિયા
  • નાસ્તો 20 થી 30 રૂપિયા
  • મિષ્ઠાન્ન સાથે ગુજરાતી થાળી 120 રૂપિયા
  • ચા અને કોફી વેન્ડીંગ મશીનના 5000 રૂપિયા
  • ચમચીના 3 રૂપિયા
  • થર્મોસ 500 એમએલના 400 રૂપિયા
  • પાંચ લિટરની થર્મોસના 900 રૂપિયા
  • આઈસ્ક્રીમ 20 રૂપિયા
  • મિનરલ પાણી 500 એમએલ 6 થી 10 રૂપિયા

અન્ય વસ્તુઓના ભાવ...

  • સાઉન્ડ સિસ્ટમ 25,000 રૂપિયા
  • સિલિંગ ફેન 150 રૂપિયા થી 200 રૂપિયા
  • જનરેટર 700 રૂપિયાથી 1000 રૂપિયા
  • હેન્ડ બિલ 450 રૂપિયાથી 500 રૂપિયા
  • ખાદી ટોપી 28થી 30 રૂપિયા
  • કેપ 35થી 40 રૂપિયા
  • ટીવી એક દિવસના ભાડે 199થી 300 રૂપિયા
  • પ્રોજેક્ટર એક દિવસના ભાડે 900 રૂપિયા
  • લેપટોપ એક દિવસના ભાડે 800 રૂપિયા
  • પ્રિન્ટર એક દિવસના ભાડે 700 રૂપિયા
  • ચાર કલાક વિડિયો કવરેજના 40 રૂપિયા
  • એક સ્ક્વેર ફીટ હોર્ડીંગના 24 કલાકના 50 રૂપિયા
  • વ્હાઇટ ફુલ પ્લેટ હોર્ડીંગના 25 રૂપિયા
  • વ્હાઇટ ક્વાર્ટર પ્લેટના 20 રૂપિયા
  • વ્હાઇટ હાફ પ્લેટના 18 રૂપિયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news