શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન, ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે જાણો શું કહ્યું...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) હાજરી આપી હતી
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી (Education Minister) ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો (Offline Classes) શરૂ કરવા અંગે નિર્ણય લઇશું. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક (Government Core Committee Meeting) મળશે જેમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6 થી 8 ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અગે નિર્ણય લઇશું.
અમદાવાદના (Ahmedabad) શાહીબાગ સ્થિત પ્રીતમપુરા ગુજરાતી શાળા નંબર 3 ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) હાજરી આપી હતી. જેમાં શિક્ષણમંત્રીએ (Education Minister) જણાવ્યું હતું કે, સરકારના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આમ તો રાજ્યના 25 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ વિજયભાઈની (Vijay Rupani) સરકારના 7 ઓગસ્ટે 5 વર્ષ પુરા થશે. 1960 થી અત્યાર સુધી જે પણ સીએમ આવ્યા, એમાં અગાઉ માત્ર 3 સીએમએ 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો.
આ પણ વાંચો:- કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું- કુદરતી આફતથી ગુજરાતમાં સૌથી વધુ નુકસાન, ખેડૂત એકતા મંચના પ્રમુખે જાણો શું કહ્યું...
સ્વાભાવિક રીતે 5 વર્ષમાં સરકારે કલ્યાણના અનેકવિધ કામ કર્યા છે. સરકારી શાળામાં (Government School) ખાનગી શાળા (Private School) કરતા વધુ સારું શિક્ષણ મળે એ માટે 12 હજાર જેટલા જ્ઞાનકુંજ ઓરડાનું નિર્માણ કર્યું છે. શિક્ષણમાં (Education) ગુણવત્તા મામલે અમદાવાદએ સાબિત કર્યું છે. સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ અને શાસનાધિકારી લબ્ધીરભાઈએ જે તે સમયના મેયર અને અમારી ટીમે કરી બતાવ્યું છે.
આ પણ વાંચો:- આ સુંદર ચહેરા પર ન જતા, કામવાળી પર ભરોસો રાખતા પહેલા વડોદરાની લૂંટનો આ કિસ્સો જરૂર વાંચો
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 12 ના વર્ગો બાદ ધોરણ 9, 10 અને 11 ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરીને ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઈશું. રાજ્યમાં તબક્કાવાર ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઈશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે