શિક્ષણમંત્રીની સ્પષ્ટતા, શાળા ખૂલવા ઉતાવળ નહિ કરાય, અભ્યાસક્રમ ઘટાડવા ચર્ચા ચાલુ છે
હાલ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઓનલાઈન શિક્ષણ અને ફીનો છે. વાલીઓમાં મૂંઝવણ છે કે શાળાઓ ખૂલશે કે નહિ. ત્યારે શિક્ષણમંત્રીએ શાળાઓ ખૂલવા અંગે મોટો ખુલાસો કર્યો છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે તેઓએ સ્પષ્ટ કહ્યું કે, હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10- 12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત રહ્યા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :હાલ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઓનલાઈન શિક્ષણ અને ફીનો છે. વાલીઓમાં મૂંઝવણ છે કે શાળાઓ ખૂલશે કે નહિ. ત્યારે શિક્ષણમંત્રીએ શાળાઓ ખૂલવા અંગે મોટો ખુલાસો કર્યો છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે તેઓએ સ્પષ્ટ કહ્યું કે, હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10- 12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત રહ્યા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે.
તો લોકડાઉનને કારણે અભ્યાસક્રમમાં ઘટાડા અંગે તેઓએ કહ્યું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. હવે પછીના સમયને ધ્યાનમાં રાખીને 20 ટકાથી 30 ટકા કેટલો અભ્યાસ ક્રમ કમી કરવો તેનો નિર્ણય લેવાશે. ગુજરાતમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવશે. 20 થી ૩૦ ટકા સુધી અભ્યાસક્રમમાં ઘટાડો કરવા વિચારણા શરૂ કરી છે. ંનિષ્ણાતો કહેશે તે રીતે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે. ઉપલા ધોરણમાં વિદ્યાર્થીને કામ આવે તેવા જ પાછો અભ્યાસક્રમમાં રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે