આજના અપડેટ્સ : રાજકોટમાં 26, બોટાદમાં 5 નવા કેસ નોંધાયા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના દરેક જિલ્લાની કોરોનાને કારણે પરિસ્થિતિ વકરી રહી છે. આવામાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે સાંજે 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં પોઝિટિવ આંક 528 પહોંચ્યો છે, જે પૈકી 247 દર્દાઓ હાલ સારવાર હેઠળ છે.
તો બોટાદ જિલ્લામાં કોરોનાના એકી સાથે 5 પોઝિટિવ કેસો આવ્યા છે. બોટાદ શહેરના છત્રીવાળા ખાંચામાં 70 વર્ષીય પુરુષ, હડદડ રોડ પર 32 વર્ષીય પુરુષ, ખોજાવાડીમાં 33 વર્ષીય પુરુષ, તેમજ તાલુકાના પાળીયાદ ગામે 23 વર્ષીય મહિલા અને નાગલપર ગામે 50 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસો 151 પર પહોંચ્યા છે. જ્યારે 99 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આજદિન સુધીમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ જિલ્લામાં 46 કેસો એક્ટિવ છે.
દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર
જેતપુર શહેર તેમજ ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયા છે. વીરપુર ગામે 42 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેતપુરના દેરડી રોડ સામાં કાંઠા વિસ્તારમાં 24 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેતપુર અને ગ્રામ્ય પંથકમાં અત્યારે સુધીના કુલ 42 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે