આજે અંદાજે 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે અમદાવાદીઓ! માર્કેટમાં આવી અફઘાન જલેબી

Vijayadashami 2022: એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલેકે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં હાલ 600થી લઈ 1000 રૂપિયા સુધીના ભાવે 1 કિલો ફાફડા મળી રહ્યાં છે. જ્યારે એક કિલો જલેબીનો ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આજે અંદાજે 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે અમદાવાદીઓ! માર્કેટમાં આવી અફઘાન જલેબી

આશ્કા જાની, અમદાવાદઃ ખાણી-પીણીની વાત આવે ત્યારે ગુજરાતીઓ ક્યાંય પાછા પડે તેમ નથી. ગુજરાતીઓ કોઈને કોઈ કારણે અવનવી વાનગીઓ આરોગવાનું બહાનું શોધી કાઢતા હોય છે. અને એમાંય અમદાવાદીઓની તો વાત જ કંઈક અલગ છે. આજે છે દશેરાનો પાવન પર્વ. દશેરાના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ફાફડા જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે. ત્યારે દશેરા નિમિત્તે દર વર્ષે માત્ર અમદાવાદમાં જ ફાફડા-જલેબીની 10 હજાર કરતા વધુ દુકાનો-સ્ટોલ ઉભી થઈ જાય છે. સ્વાદના શોખીન અમદાવાદીઓ કોઈને કોઈક તહેવારના નામે ખાણી-પીણીનું બહાનું શોધી કાઢે છે.

એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલેકે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં હાલ 600થી લઈ 1000 રૂપિયા સુધીના ભાવે 1 કિલો ફાફડા મળી રહ્યાં છે. જ્યારે એક કિલો જલેબીનો ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. શહેરમાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ મળી આંકડો લગભગ 10 હજારને પાર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છેકે, ગત વર્ષ કરતા આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો ભાવનો વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખએ જણાવ્યું કે, સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગનાના લોકો ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડશે અને અમદાવાદમાં આશરે 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે. બજારમાં આ વખતે નોર્મલ જલેબી, કેસર જલેબી, અફઘાન જલેબી,  ઈમરતી જલેબી અને પનીર જલેબી જેવી વેરાઈટી પણ ઉપલબ્ધ છે. જેનો ભાવ 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news