નિયમો અમારા ખીચ્ચામાં છે ! જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફને DPS માં હડધુત કરાયો
અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા 3 દિવસથી રઝળી રહેલા બેંગ્લુરૂના પરિવારને આશ્રમ સંચાલકો દ્વારા સતત રંઝાડ કરવામાં આવી રહી છે.
Trending Photos
અમદાવાદ : અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા 3 દિવસથી રઝળી રહેલા બેંગ્લુરૂના પરિવારને આશ્રમ સંચાલકો દ્વારા સતત રંઝાડ કરવામાં આવી રહી છે. આ મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આ મુદ્દે આશ્રમ સંચાલક નિત્યાનંદ ભેદી રીતે મૌન હતો. પરંતુ આજે તેણે એક વીડિયો દ્વારા જણાવ્યું કે, અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે. તેમાં પણ ગુજરાતનાં અનુયાયીઓ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે.
જો કે આ તમામ વચ્ચે ડીપીએસ શાળાની ભુમિકા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડીપીએસ દ્વારા ન માત્ર શાળાને જમીન ફાળવવામાં આવી છે પરંતુ શાળામાં આવવા જવા માટે આશ્રમને એક ગુપ્ત માર્ગ પણ આપવામાં આવ્યો છે. જ્યાંથી આશ્રમમાંથી સીધા જ શાળાના સંકુલમાં પ્રવેશી શકાય છે. જો કે ડીપીએસનાં આચાર્યએ આશ્રમ સાથે કોઇ લેવા દેવા નહી હોવા અને આશ્રમ ભાડે આપ્યો હોવાનું કહીને આ વિવાદ સાથે છેડો ફાડ્યો હતો. પરંતુ ભાડા કરાર કે અન્ય કોઇ પણ પુરાવો રજુ કરી શક્યા નથી.
સાયબર એટેકર્સની ખેર નથી, ગુજરાત પોલીસ અને GTU વચ્ચે થયા ખાસ MoU
આજે ડીપીએસ ખાતે ડીઇઓ કચેરીનાં અધિકારીઓ શાળાનાં નકશા અને આશ્રમ સાથે થયેલા કરાર સહિતનાં વિવિધ મુદ્દે તપાસ કરવા માટે પહોંચ્યા હતા. જો કે ડીપીએસ અને નિત્યાનંત કોઇને પણ સરકાર કે તંત્રની બિક ન હોય તેમ તુમાખી ભર્યા જવાબો આપ્યા હતા. અધિકારીઓને તપાસમાં કોઇ પણ સહકાર આપ્યો નહોતો. બે દિવસથી ડીઇઓ ઓફીસનાં અધિકારીઓ અને કર્મચારીઓ તપાસનાં નામે માત્ર ધક્કા ખાય છે. સ્કુલનો નકશો, એફઆરસી સહિતનાં દસ્તાવેજો માંગવા છતા પણ દેખાડાયા નહોતા. ડીપીએસ જાણે કોઇની પડી જ ન હોય તેવું અધિકારીઓ સાથે વર્તન કરવામાં આવ્યું હતું.
બડે બે આબરૂ હોકે તેરે કુચે સે હમ નિકલે...
* આજે પણ DPS સ્કૂલે DEO કચેરીના અધિકારીઓને ના આપ્યો સહકાર
* સહકાર ના આપતા DEO એ સ્કૂલ ફટકારી નોટિસ
* 7 દિવસમાં DPS સ્કૂલ પાસેથી માગ્યો જવાબ
* બે દિવસથી DEO કચેરીના અધિકારીઓ કરી રહ્યા હતા તપાસ
* સ્કૂલની ઈમારતનો નકશો, એફઆરસીમાં રજૂ કરેલા દસ્તાવેજ સ્કૂલ દ્વારા ના બતાવાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે