નેપાળમાં 'બેટ ફોર બ્રેન ડેવલોપમેન્ટ' અભિયાન સાથે જોડાયો સચિન

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ત્રણ દિવસના નેપાળના પ્રવાસે છે. 

નેપાળમાં 'બેટ ફોર બ્રેન ડેવલોપમેન્ટ' અભિયાન સાથે જોડાયો સચિન

કાઠમાંડુઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (sachin tendulkar) યૂનિસેફ નેપાળના 'બેટ ફોર બ્રેન ડેવલોપમેન્ટ (brain development in nepal)' અભિયાન પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટે ત્રણ દિવસીય નેપાળના પ્રવાસ પર છે. સચિન યૂનિસેફનો એમ્બેસેડર પમ છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે નેપાળની મહિલા ટીમ સાથે મેચ રમી હતી. આ સિવાય પશુપતિનાથ મંદિરના દર્શન પણ કર્યાં અને પછી નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી. 

I feel touched by the love and warmth received in Nepal.
Like the beautiful lamp you gifted - may there be brightness, happiness & prosperity all over the world.@unicef_nepal https://t.co/NVQ5mVgnFl

— Sachin Tendulkar (@sachin_rt) November 17, 2019

— KP Sharma Oli (@PM_Nepal) November 17, 2019

સચિને ટ્વીટર પર આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, 'ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં મને મળવા માટે વડાપ્રધાન ઓલીજી તમારો આભાર. તમે જલ્દી સ્વસ્થ થાવ. નેપાળમાં મળેલા પ્રેમથી ખુબ ખુશ છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news