નવોઢાની જેમ સજાવાયું પાટીદારોનું ખોડલધામ, વીડિયો જોઈને નહિ થાય વિશ્વાસ
Trending Photos
નરેશ ભાલિયા/રાજકોટ :દિવાળી (diwali) ના દિવસે ચારેતરફ રોશનીથી ઝગમગાટ કરાયો છે. ગુજરાતમાં કોઈ ઘર, મંદિર બાકી નહિ હોય જ્યાં લાઈટિંગથી શણગાર કરાયો ન હોય. આવામાં કેટલાક મંદિરોને ખાસ શણગાર કરાતા તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. આવામાં પાટીદારો (patidar) ના ખોડલધામ (khodaldham) મંદિરને કરાયેલી રોશની કરાઈ છે. જેનો આકાશી નજારો સામે આવ્યો છે.
ખોડલધામ મંદિરને કરાયેલી દિવાળીની રોશનીનો ડ્રોનથી લેવાયેલો આકાશી નજારાનો વીડિયો (video) સામે આવ્યો છે. દિવાળીના પર્વને લઈ શ્રી ખોડલધામ મંદિર પરિસરને રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું છે. રંગેબેરંગી લાઈટો થઈ ઝગમગતા મંદિરને આકાશમાંથી જોતા અદભુત દ્રશ્ય લાગે છે. આકાશમાંથી અસંખ્ય લાઈટોથી શણગારેલ મંદિરનો નજારો કઈક અલગ જ લાગી રહ્યો છે. ઝગમગાટ કરતી લાઈટ્સનો નજારો નયનરમ્ય અને મનમોહી લેનાર લાગી રહ્યો છે.
દિવાળી (diwali 2021) ના તહેવારને લઈને મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું છે. દિવાળીના પર્વમાં દર વર્ષે ભક્તો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પાટીદારોના આસ્થાનું કેન્દ્ર દિવાળીએ કંઈક અલગ જ બની જાય છે.
ધનતેરસે ધાનની રંગોળી કરાઈ હતી
ખોડલધામ ખાતે ધનતેરસના પર્વ પર વિશેષ રંગોળી કરવામાં આવી હતી. પાંચ પ્રકારના અનાજ અને કઠોળના ઉપયોગથી રંગોળી બનાવાઈ હતી. આ રંગોળી તૈયાર કરવા માટે 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આશરે 85 કિલો અનાજ અને કઠોળમાંથી આ રંગોળી તૈયાર કરાઈ છે. 14 કલાકારોએ મળીને 6 કલાકની મહેનત બાદ 15 ફૂટ પહોળી અને 15 ફૂટ લંબાઈની રંગોળી બનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે