સુરત બળાત્કાર કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

સુરતમાં નાની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના ગુનામાં સુરતની જિલ્લા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. નવ જ મહિનામાં આ ચુકાદો આવ્યો છે, જેમાં સુરત શહેર પોલીસ, સરકારી વકીલની મહેનત રંગ લાવી છે, સાથે જ નામદાર જજ દ્વારા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હોવાનું કહી શકાય છે. ચુકાદો સાંભળતા બાળકીના માતા પિતાએ નામદાર જજ, સરકારી વકીલ અને પોલીસનો આભાર માન્યો હતો.
સુરત બળાત્કાર કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

તેજશ મોદી, સુરત: સુરતમાં નાની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના ગુનામાં સુરતની જિલ્લા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. નવ જ મહિનામાં આ ચુકાદો આવ્યો છે, જેમાં સુરત શહેર પોલીસ, સરકારી વકીલની મહેનત રંગ લાવી છે, સાથે જ નામદાર જજ દ્વારા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હોવાનું કહી શકાય છે. ચુકાદો સાંભળતા બાળકીના માતા પિતાએ નામદાર જજ, સરકારી વકીલ અને પોલીસનો આભાર માન્યો હતો.

સમગ્ર ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની હતી, જેમાં 14 સપ્ટેમ્બર 2018ના રોજ લિંબાયત વિસ્તારમાં રહેતા નારાયણ ભાઈની ત્રણ વર્ષની બાળકી અચાનક ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી. રાત્રે પોતાની દીકરી ઘરે નહીં આવતા માતાએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જોકે તે મળી ન હતી. જેથી પોલોસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં બાળકી ને શોધી હતી, જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બાળકી સોસાયટીની બહાર ન ગઈ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સોસાયટીમાં જ શોધખોળ શરૂ કરી હતી. જેમાં બાળકી જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં રહેતો વ્યક્તિ ગમ થયો હતો. જેથી પોલોસને આશંકા ગઈ હતી કે આ ઘરમાં જ બાળકી હોઈ શકે છે. તપાસ કરતા આ ઘરમાં અનિલ યાદવ રહેતો હોવાનું સામે આવ્યું હતું. અનિલ યાદવ બાળકીના પિતાનો મિત્ર હતો, તેથી જ્યારે બાળકી ગુમ થઈ ત્યારે તે પણ બાળકીના માતા-પિતા સાથે બાળકીને શોધવાતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસના અધિકારીઓએ અનિલ યાદવ ના ઘર ની તપાસ કરી હતી, તોડી પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશી તો દુર્ગંધ આવતી હતી જેથી તે દિશામાં તપાસ કરતા પ્લાસ્ટિકની ડોલ પોલીસ કર્મી હટાવી તો નાની બાળકીના પગ દેખાયા હતા ત્યારબાદ પ્લાસ્ટિકના એક કોથળામાં મૃત હાલતમાં બાકી દેખાતા નથી પોલીસે પિતાની મદદથી બાકીની ઓળખ કરી હતી બાળકી પર બલાત્કાર કર્યા બાદ તેની હત્યા અનિલ દ્વારા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.

અનિલ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના જ ઘરમાં સંતાડીને પોતાના વતન બિહારના દરભંગા ખાતે ભાગી છૂટ્યો હતો. સુરત પોલીસની અલગ અલગ ટીમ અનિલે શોધવામાં લાગી હતી દરમિયાન સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ ના આધારે પોલીસ ને માહિતી મળી હતી કે અનિલ બિહારના દરભંગા ખાતે આવેલા પોતાના ગામમાં છુપાયો છે બિહાર પોલીસની મદદથી અનિલ યાદવને ઝડપી પાડ્યો હતો.

ઓક્ટોબર મહિનામાં સુરતમાં ત્રણ અલગ અલગ બનાવમાં નાની બાળકીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા હતા જેથી રાજ્ય સરકારે આ કિસ્સાઓમાં ઝડપથી ન્યાય મળે તેના માટે પોલીસને ઝડપથી ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં દરરોજ સુનાવણી થાય તે માટેના નિર્દેશ આપ્યા હતા ઘટનાના એક જ મહિનામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી તો કોર્ટમાં પણ આ કેસની દરરોજ સુનાવણી કરવામાં આવતી હતી. કોર્ટમાં આરોપી ફરિયાદી અને સાક્ષીઓની તપાસ અને ઉલટ તપાસ કરવામાં આવી હતી 35 થી વધુ સાક્ષીઓ, મેડિકલ પુરાવા અને એફએસએલ પુરાવા ઉપરાંત સીસીટીવી ફુટેજના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર એડિશનલ સેસન્સ જજ પી એસ કાલાએ પુરાવાઓના આધારે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

આ ચૂકાદા બાદ બાળકીની માતા પિતા લાગણીવિભોર થઈ ગઈ હતી તેમને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં અમને અપેક્ષા ન હતી કે અમને ન્યાય મળશે પરંતુ પોલીસ અને સરકારી વકીલે અમને આશ્વાસન આપ્યું હતું કે આરોપી અનિલ યાદવને કડકમાં કડક સજા થશે આજે અમે પોલીસ સરકારી વકીલ અને જજનો આભાર માન્યો છે કે અમને ન્યાય મળ્યો છે ભલે અમારી બાળકી પાછી નહીં આવે તે પણ અમે જાણીએ છીએ.

મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આ એક લેન્ડમાર્ક ચુકાદો છે ઘટના બન્યાના થોડાક જ દિવસમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ દરરોજ કેસની સુનાવણી કરવામાં આવી હતી તમામ પુરાવાઓ આરોપીની વિરુદ્ધમાં હતા જેને કોર્ટે માન્ય રાખ્યા છે આરોપીને કેપીટલ પનીશમેન્ટ થાય તે માટે ઈસવીસન પૂર્વે ના કેટલાક મુદ્દાઓ ઉપરાંત હાલમાં જ કાયદા માં થયેલા સુધારા તથા પોક્સો કાયદા હેઠળ આરોપી ને ફાંસીની સજા મળે તેવી માંગણી કરવામાં આવી હતી સુરત જિલ્લા કોર્ટના નામદાર એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી એસ કાલાએ તમામ પુરાવો ને ધ્યાનમાં રાખી એક એવો ચુકાદો આપ્યો છે જે આવનારા દિવસોમાં મહત્વનો સાબિત થશે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ આરોપી ને અપાયેલી ફાંસીની સજા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલીસે એક ટીમ બની આ કેસ માં કામગીરી કરી હતી બાળકીને શોધવાની સાથે આરોપીને બિહારથી પકડી લાવવા ઉપરાંત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાના મુદ્દે કોઈપણ કચાસ બાકી રાખવામાં આવી ન હતી અહીં એ પણ મહત્વનું છે કે તમામ સાક્ષીઓ એ ચોક્કસ સાચી જુબાની કોર્ટ સમક્ષ આપી હતી જો આ પ્રકારે જ લોકો સહયોગ આપશે તો આવા તમામ કિસ્સાઓમાં આરોપીઓને કડક સજા કરવામાં પોલીસને સફળતા મળશે સતીશ શર્માએ એમ પણ કહ્યું હતું કે આજના ચુકાદા થી આવું ગંભીર કૃત્ય કરતા પહેલા લોકો સો ટકા વિચારશે.

રીટાયર્ડ ઓફિસરોનો સહયોગ
ત્રણ વર્ષની બાળકી ના બળાત્કાર અને હત્યાકેસમાં શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી હતી જોકે આ કિસ્સામાં પોલીસ વિભાગમાંથી રિટાયર થયેલા ઓફિસર દ્વારા પણ મહત્વની કામગીરી કરવામાં આવી હતી. નારાયણ સાંઈ બળાત્કાર કેસના તપાસ અધિકારી રહેલા પૂર્વ એસીપી આર એ મુનશીએ ચાર્જશીટ દાખલ કરવાથી લઈને ચુકાદો આવ્યો ત્યાં સુધી પોલીસ અને ફરિયાદી સાથે રહી ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news