સુરતના ડાયમંડ કિંગના ઘરમાં ઘૂસ્યો એક વ્યક્તિ : પકડાયો તો કહ્યું, હું તો કાકા સાથે સેલ્ફી લેવા આવ્યો હતો

Diamond Kind Govind Dholakiya : સુરતમાં ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના ઘરમાં ઘૂસ્યો એક શખ્સ... દીવાલ કૂદતા જ સિક્યુરિટી ગાર્ડ્સે તેને પકડી પાડ્યો 

સુરતના ડાયમંડ કિંગના ઘરમાં ઘૂસ્યો એક વ્યક્તિ : પકડાયો તો કહ્યું, હું તો કાકા સાથે સેલ્ફી લેવા આવ્યો હતો

Surat News : ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓમાં ગોવિંદ ધોળકિયાનું નામ પણ સામેલ છે. ગોવિંદ ધોળકિયાના ગુજરાતના ડાયમંડ તરીકે પ્રખ્યાત છે. ત્યારે સુરતના આ ડાયમંડ કિંગના ઘરે સોમવારે મધરાતે એક શખ્સ ઘૂસી ગયો હતો. આ શખ્સે બંગલામાં ઘૂસતા પહેલા બે કલાક બહાર રેકી કરી હતી. જોકે, બાદમાં તેને સિક્યુરિટી ગાર્ડ્સે પકડી પાડ્યો હતો. પકડાયા બાદ તેણે કહ્યું કે, હુ ગોવિંદ કાકા સાથે સેલ્ફી લેવા આવ્યો હતો. ત્યારે હાલ આ યુવકને પોલીસમાં સોંપવામાં આવ્યો છે. તે કેમ બંગલામાં ઘૂસ્યો હતો તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

બે કલાક રેકી કરી 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ફેમસ SRK ડાયમંડના ગોવિંદ ધોળકિયાના બંગલામાં સોમવારે રાતે આ ઘટના બની હતી. એક યુવાન દીવાલ કૂદી બંગલામાં અંદર ઘૂસ્યો હતો. અંદર ઘૂસતા પહેલા તેણે બહાર બે કલાક સુધી રેકી કરી હતી. યુવક જેવો અંદર કૂદ્યો તો સિક્યુરિટી ગાર્ડે તેને પકડી પાડ્યો હતો.

સુરત યુવક નીકળ્યો 
ગાર્ડે પકડતાં જ યુવકે કહ્યું, તેને ગોવિંદ કાકા સાથે સેલ્ફી પડાવવી હતી. તેથી તે અંદર આવ્યો હતો. તેણે બીજા ઉદ્યોગપતિ સાથેની પોતાના મોબાઈલમાં રહેલી તસવીરો પણ સિક્યુરિટી ગાર્ડને બતાવી હતી. આ યુવકની ઓળખ મોટા વરાછા નુપુર રેસીડેન્સીમાં રહેતા કેવીન હિંમત રામાણી તરીકે થઈ છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંગલાના સીસીટીવી ચેક કરીને પોલીસને જાણ કરાઈ હતી. જેના બાદ કેવીન હિંમત રામાણીની અટકાયત કરાઈ છે. 

કોણ છે ગોવિંદ ધોળકિયા
ઉલ્લેખનીય છે કે, ગોવિંદ ધોળકિયા સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર સામેલ છે.  

પોતાના ગામને સોલાર સજ્જ કર્યું
ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ એવો સંકલ્પ કર્યો કે મારે મારા ગામને સોલાર એનર્જીથી મઢી લેવું છે અને આ નિર્ણયને પરિવારે વધાવીને દુધાળા ગામને સોલાર એનર્જી આપવાનુ નક્કી કર્યું. આજે ગામમાં 50 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. આવનારા દિવસોમાં આખું ગામ સોલાર સિસ્ટમથી સજ્જ થઈ જશે અને સમગ્ર ગામ સોલાર સિસ્ટમથી ઝળહળી ઉઠશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news