ગુજરાતમાં અહી બીરાજે છે માનતાવાળા ગણેશ, જે કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ

આમ તો ભક્તજનો દ્વારા અલગ અલગ કલા-કૃતિવાળા ગણેશજી બેસાડતા હોય છે. જો કે, સુરતમાં એક એવા પણ ગણશજી બેસાડવામાં આવે છે. જેમની પાસે માનતા માગવાથી તે પૂર્ણ થયા છે. આ માનતા પૂર્ણ થતાની સાથે જ ભક્તજનો દ્વારા શ્રીફળ ચઢાવી માનતા પૂર્ણ કરવામાં આવે છે

ગુજરાતમાં અહી બીરાજે છે માનતાવાળા ગણેશ, જે કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ

ચેતન પટેલ, સુરત: આમ તો ભક્તજનો દ્વારા અલગ અલગ કલા-કૃતિવાળા ગણેશજી બેસાડતા હોય છે. જો કે, સુરતમાં એક એવા પણ ગણશજી બેસાડવામાં આવે છે. જેમની પાસે માનતા માગવાથી તે પૂર્ણ થયા છે. આ માનતા પૂર્ણ થતાની સાથે જ ભક્તજનો દ્વારા શ્રીફળ ચઢાવી માનતા પૂર્ણ કરવામાં આવે છે. અહી ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ ન થયા હયો તેવા લોકો માનતા માગવા માટે આવતા હોય છે.

સુરતમાં નાની-માટી 70 હજાર જેટલી મૂર્તિઓ પંડાલમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. અહી જુદી જુદી કલાકૃતિ ધરાવતી મૂર્તિઓ જોવા મળતી હોય છે. જો કે, સુરતના ભાગળ ચાર રસ્તા કબુતરખાના પાસે બેસાડવામાં આવતા ગણશજીને માનતાવાળા ગણેશજી તરીકે ઓળખવામાં આવે છે. અહી એવુ માનવામાં આવે છે કે, જે પણ ભગવાન પાસે માગવામાં આવે છે તેમની મનોકામના પૂર્ણ થયા છે.

માનતા પૂર્ણ થતાની સાથે જ અહી ગણેશજીને શ્રીફળ ચઢાવવામાં આવે છે. 45 વર્ષ પહેલા એક મહિલા અહી દર્શનાથે આવી હતી. આ મહિલાને સંતાન ન હતી. જેથી તેણીએ ભગવાન ગણેશ પાસે માનતા માગી હતી કે, જો તેને સંતાન પ્રાપ્તિ થશે તો તેઓ અહી શ્રીફળ ચઢાવશે. માનતા માગ્યા બાદ થોડા સમયમાં જ આ મહિલાને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું હતું અને તેણીએ માનતા પૂર્ણ કરવા અહી શ્રીફળ ચઢાવ્યું હતું.

ત્યારથી આજ દિન સુધી અહી જેમને સંતાનો ન થતા હોય અથવા તો જેઓને મકાન કે નોકરી લાગતા પ્રશ્નો હોય તેવા લોકો અહી માનતા માગવા આવતા હોય છે. બાદમાં માનતા પૂર્ણ થતાની સાથે જ અહી 12, 21, 51 જેટલા શ્રીફળ ભગવાનને ચઢાવવામાં આવે છે. રોજ રોજ અહીં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. સુરત કે તેની આસપાસના શહેર કે રાજ્યભરમાંથી લોકો અહીં આવતા હોય છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news