જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોત

Two Cars Accident On SP Ring Road Ahmedabad : અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ, બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ, 3નાં મોત અને એકને ઈજા

જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોત

Ahmedabad Accident : અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતથી સવાર પડી છે. એસપી રિંગ રોડ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા થાર અને ફોરચ્યુનર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. તો 6 જેટલા લોકો લોકોને હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માતમાં બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરાયો હતો. જેથી આખા રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. 

મૃતકોના નામ
1. અજીત કાઠી (થાર કારમાં સવાર)
2. મનીષ ભટ્ટ (થાર કારમાં સવાર)
3. ઓમપ્રકાશ (ફોર્ચ્યુનર કારમાં સવાર) 

રાજેન્દ્ર શાહુ, ઉંમર 30 વર્ષ) (ઈજાગ્રસ્ત યુવક, ફોરચ્યુનર કારમાં સવાર) 

વહેલી સવારે એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયોહ તો. રાજપથ ક્લબથી રિંગરોડ ટી ખાતે અકસ્માતમાં ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. દારૂના જથ્થાથી સંપૂર્ણ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ફોર્ચ્યુનર શીલજ તરફથી અત્યંત પૂરઝડપે આવી રહી હતી. તો બોપલથી આવી રહેલી થાર કાર યુ ટર્ન લેતા ફોર્ચ્યુનરની ટક્કર થારને વાગી હતી. જેથી થાર ગાડી ટક્કર સ્થળથી ૫૦ ફૂટ દૂર આવીને ફંગોળાઈ હતી. આ બાદ ફોર્ચ્યુનર કાર રોડની વચ્ચે ડિવાઇડર પર પડી હતી. 

ઘટનાને પગલે અમદાવાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તમામ તપાસ ચાલી રહી છે. તો એફએસએલની મદદ પણ લેવાઈ રહી છે. 

અકસ્માતમાં થાર ચાલાક સંજય કાઠીનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ફરી એકવાર અમદાવાદ ધ્રુજી ગયું છે. અકસ્માતમાં ૩ ના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

અજીત કાઠી હત્યાનો આરોપી
થારમાં સવાર મૃતક અજીત કાઠી વિરમગામનો રહેવાસી છે. તો ફોર્ચ્યુનર કારમાં સવાર બંને શિરોહીના વતની છે. પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, અજીત કાઠી વિરમગામ નગર પાલિકીની મહિલા કોર્પોરેટરના પતિની હત્યાનો આરોપી છે. લાંબા સમયથી જેલમાં રહેલા અજીત કાઠીને હાલમાં જ શરતી જામીન મળ્યા હતા. અમદાવાદ જિલ્લાની હદમાં પ્રવેશ ન કરવાની શરત સાથે તેને જામીન મળ્યા હતા. 

image

દારૂના જથ્થાથી સંપૂર્ણ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર અત્યંત પૂરઝડપે આવી રહી હતી. ફોર્ચ્યુનરની ટક્કર થારને વાગતા ગાડી ૫૦ ફૂટ સુધી ફંગોળાઈ હતી. જેના બાદ ફોર્ચ્યુનર કાર રોડની વચ્ચે ડિવાઇડર પર પડી હતી. 

દારૂના જથ્થાને છુપાવવા ફોર્ચ્યુનરમાં ખાસ વ્યવસ્થા કરાઈ હતી. હાલ પણ ફોર્ચ્યુનરમાં દારૂનો મોટો જથ્થો જોવા મળ્યો. જે અકસ્માત બાદ રોડ પર પ્રસરી ગયો છે. 

image

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news