માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવી

Gujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવી

Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોઁધાયો છે. તો સુરતના મહુવામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોઁધાયો. સુરતના બારડોલીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો રવિવારે અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતોય અમદાવાદના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો. તો સરખેજમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો. 

માણવાદરમાં ચારેતરફ કમર સુધી પાણી ભરાયા
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર  સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

જુનાગઢમાં ભારે વરસાદ બાદ એલર્ટ
ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.

ભારે વરસાદને કારણે જુનાગઢના નીચે મુજબના રસ્તા બંધ થયેલ છે
(1) સમેગા -કોડવાવ રસ્તા પર સમેગા તળાવનું પાણી ભરાયેલા હોય હાલમાં રસ્તો બંધ છે.
(2) કોયલાણા - કોઠડી ઓજત નદીનું પાણી આવતા હાલ બંધ થયેલ છે.
(3)બૉડકા - પીપલાણા ઓજતનું પાણી આવતા હાલ રસ્તો બંધ છે. અવર જવર ના કરવા વિનંતિ.

ભારે વરસાદને કારણે આ રસ્તાઓ બંધ

રાજ્યમાં અત્યારે કુલ ૧૪ માર્ગો બંધ કરવાની ફરજ પડી છેે. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના 12 માર્ગ અને અન્ય બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે. તો સુરતમાં 6, પોરબંદરમાં બે માર્ગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર ભાવનગર એક એક માર્ગ બંધ કરાયો છે. રાજ્યમા 9 જીલ્લામા એનડીઆરએફ ટીમ તૈનાત કરવામા આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત જીલ્લામા એક એક ટીમ તૈનાત કરાઈ છે.

રવિવારનો રિપોર્ટ

  • રાજ્યના છ તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.
  • 21 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 
  • 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ આવ્યો છે. 
  • રાજ્યના 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ આવ્યો. 
  • રાજ્યના 109 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 

લાઠ ગામ પાણીમાં ગરકાવ
હવામાન ખાતાની આગાહીને પગલે સાર્વત્રિક મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેચ, તલંગણા સહિતના ગામોમાં રાત્રિના 12:00 વાગ્યાથી સવારના 07:00 વાગ્યા સુધીમાં 4 થી 6 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. લાઠ ગામે પડેલા ભારે વરસાદને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ સંપર્ક વિહોણું થયું છે. માણાવદર તાલુકાના ભિડોરા અને ઇન્દ્રા ગામથી આવતી ઉપલેટા બસ લાઠ ગામે ફસાઈ છે. જેથી ભિડોરા, ઇન્દ્રા, ભીમોરા અને લાઠથી ઉપલેટા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ લાઠ ગામે રોકાવાની ફરજ પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને લઈને ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયુ છે. લાઠ ગામથી ઉપલેટા તરફનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. 

સાંસદ પરશોત્તમ રૂપાલાના ઘર પાસે જ ભૂવો પડ્યો
અમદાવાદની સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. રવિવારે ધોધમાર વરસાદને કારણે સાંસદ પરશોત્તમ રૂપાલાના ઘર પાસે જ ભૂવો પડ્યો છે. ઈલેક્ટ્રિક થાંભલો પણ ભૂવામાં ગરકાવ થયો છે. વીજ પુરવઠો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, હળવા વરસાદે જ વહીવટી તંત્રની પોલ ખોલી નાંખી છે. અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ ભૂવારાજ જોવા મળ્યું છે. 

વડોદરામાં વરસાદ જોતી મહિલા પર બાલ્કની પડી
વરસાદ જોવા મકાનની ગેલેરીમાં ઉભી રહેલી મહિલા પર બાલ્કની ધરાશાયી થતા મોત નિપજ્યું છે. હરણી ઇન્દિરા આવસ યોજનાના મકાનમાં રહેતા નયના જાદવ પર બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. નયના જાદવ વરસાદ જોવા માટે પોતાના ઘરની ગેલેરીમાં ઉભા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news