કોંગ્રેસની CWCની બેઠક આચાર સંહિતાનો ભંગ નથી: મુખ્ય ચૂંટણી અધિકારી
કોંગ્રેસ દ્વારા સરદાર સ્મારક ખાતે યોજાયેલી વર્કીંગ સમિતિની બેઠકથી આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાનુ નિવેદન અમદાવાદ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારીએ આપ્યુ છે. લોકસભાની ચૂંટણી માટેની માહિતી આપતાં તેમણે જણાવ્યુ કે, અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં 5,164 પોસ્ટર્સ-બેનર્સ-ઝંડી અને ભીંત લખાણો દૂર કરાયા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસ દ્વારા સરદાર સ્મારક ખાતે યોજાયેલી વર્કીંગ સમિતિની બેઠકથી આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાનુ નિવેદન અમદાવાદ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારીએ આપ્યુ છે. લોકસભાની ચૂંટણી માટેની માહિતી આપતાં તેમણે જણાવ્યુ કે, અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં 5,164 પોસ્ટર્સ-બેનર્સ-ઝંડી અને ભીંત લખાણો દૂર કરાયા છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આગામી માસમાં યોજાનાર છે. આ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ 5 લોકસભા બેઠક વિસ્તારમાં 21 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.ચુંટણી મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સંપુર્ણ કામગીરી હાથ ધરી છે. જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં કુલ 54,30,917 મતદારો છે. જેમાં 28,39,556 પુરુષ મતદારો તથા 25,91,222 મહિલા મતદારો અને 139 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. હજુ નવા મતદારો નોંધવાની કામગીરી તા.૨૨મી માર્ચ સુધી ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
ખુલ્લી ટાંકીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત, જવાબદાર કોણ?
અમદાવાદ જિલ્લામાં 18 થી 19 વર્ષની વય જૂથના 70,717 મતદારો નોધાયા છે. જે આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 2,892 સરકારી કર્મચારી મતદારો છે. અમદાવાદ જિલ્લામાં 1923 મતદાન મથક સ્થળૉએ 5,627 મતદાન મથકો છે. જિલ્લામાં EVM- VVPATની સંખ્યા 130 % જેટલી છે. લોકસભાની ચુંટણીમાં કુલ 105 સખી મતદાન મથકો હશે. જે સંપુર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. એ જ રીતે તમામ વિધાનસભા વિસ્તાર દીઠ એક એટલે કે સમગ્ર જિલ્લામાં 21 મતદાન મથકો દિવ્યાંગ જનો દ્વારા સંચાલિત રહેશે.
જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. આ અઁતર્ગત અત્યાર સુધીમાં૫, 164પોસ્ટર્સ- બેનર્સ-ઝંડી અને ભીંત લખાણો દૂર કરાયા છે. આ સાથે જિલ્લામાં ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરી દેવાયો છે. આ માટે દેખરેખ અને નિયંત્રણ માટેFSTની 63, SSTની 63, VSTની 63, VVTની 63, ATની 21 તથા AEOની 21 ટીમો બનાવાઈ છે. આ ઉપરાંત સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરી દેવાઈ છે. પ્રચાર માટે જરૂરી વાહન, લાઉડ સ્પીકર, સભાપરવાનગી, સરઘસ-રેલી માટેની પરવાનગી એક જ સ્થળેથી મળે તે માટે વ્યવસ્થા કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે