અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. આજે પણ 40 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાશે. બીજા પોઝિટિવ સમાચાર એ છે કે, અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને નવ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે. 

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર

ઝી મીડિયા/બ્યૂરો : અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, કુલ ગઈકાલે 51 જેટલા લોકો રિકવર થતા ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 313 પર પહોંચી ગઈ છે. આજે બપોરે એસવીપી હોસ્પિટલમાં 40 જેટલા દર્દી રિકવર થશે, આજે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વધુને વધુ મોટી સંખ્યા કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદની હોસ્પિટલોમાં સારી બાબત છે. અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. તબીબો અને આરોગ્ય વર્કર્સ માટે સંતોષજનક બાબત છે, અમદાવાદીઓને પણ આ સમાચારથી હાશકારો થશે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે. આવા લોકો ખાસ કાળજી લે તો તેઓ પણ કોરોનાને માત આપી શકે છે.  

વધી રહેલા કેસને કારણે ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા, કયો રોડથી જઈ શકાશે તે જાણી લેજો

કેસ ડબલિંગ રેટ પણ ઘટ્યો 
અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. આજે હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને 9 દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. સાથે મળીને આ લડત આગળ ચલાવીશું તો તેમા પણ પરિણામ મળશે. 17મી એપ્રિલના રોજ સારવાર હેઠળના કેસ 557 હતા. જે ત્રણ દિવસમાં ડબલ થઈને 20 એપ્રિલના રોજ 1162 થયા હતા. તે નવ દિવસ પછી 29 એપ્રિલના રોજ 2314 થયા છે. આમ, ચાલશે તો 15 મે સુધી 10 થી 15 હજાર કેસ ટોટલ કેસ થશે. તેને પહોંચી વળવા આપણે સક્ષણ છીએ. ઈન્ફેક્શન રિપોર્ટમાં વધારો ન થાય તે પ્રયાસો તમામે કરવા જોઈએ. લોકડાઉન દૂર થયા પછી ઈન્ફેક્શનનો રેટ વધતો હોય છે. તેથી લોકડાઉન બાદ પણ સાવચેતી રાખવાની રહેશે. 

એસવીપીમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક લગાવાયું
તેમણે જણાવ્યું કે, એસવીપી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 1000 દર્દીઓને સારવાર અપાઈ છે. તેથી અહીં દર્દીઓ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. એસવીપીની ટીમે આ કામ 15 દિવસમાં જ પૂર્ણ કર્યું. આ ટેન્કથી 20 હજાર લિટર જેટલુ ઓક્સિજન આવે છે, જેથી 2000 જેટલા સિલેન્ડર સામે એક જ ટેન્કમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાય છે. તેમાં સ્પેશિયલ સેન્સર છે, જેથી 40 ટકાથી ઓક્સિજન ઓછુ થશે, તો આપોઆપ દહેજમાં કંપનીને મેસેજ જશે, અને ટેન્કર ત્યાંથી તાત્કાલિક નીકળીને અમદાવાદ પહોંચશે, જે તાત્કાલિક ઓક્સિજન ભરી દેશે.

અમદાવાદમાં વધુ એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર 
અમદાવાદમાં કોટ વિસ્તારમાં દરિયાપુર દરવાજા પાસે આવેલ ઈશા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લોખંડવાલા હોસ્પિટલને હવેથી કોવિડ હેલ્થ સેન્ટર તરીકે સંચાલન કરાશે. આવતીકાલથી આ હોસ્પિટલને અમદાવાદ મહાનગરપાલિકા અને ફાઉન્ડેશન દ્વારા કોવિડ સેન્ટર તરીકે ચલાવાશે. આ હોસ્પિટલ કોવિડના દર્દીઓને મફત સારવાર આપશે. કોઈ ચાર્જ દર્દી પાસેથી લેવાશે નહિ. મહાનગરપાલિકા તેઓને તમામ મદદ પૂરી પાડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news