કોરોના વાયરસથી અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત, ગુજરાતમાં કુલ 4ના મોત
અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે
Trending Photos
અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે. ગુજરાતમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે.
કોરોના વાયરસની 46 વર્ષીય મહિલા દર્દીએ કોરોના વાઈરસના કારણે દમ તોડ્યો છે, તે 26મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. તેને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. માહિતી પ્રમાણે મહેસાણામાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે પણ આ બાબતે તંત્રે મોટો ખુલાસો કર્યો છે.
COVID 19 - IMP UPDATE
One #COVID 19 positive patient, Female 46 Yrs. died in Ahmedabad today. She was admitted at SVP Hospital on 26th March. She was suffering from Hypertension, Diabetes and was on ventilator. @vnehra
— Sardar Vallabhbhai Patel Hospital (@svphospital) March 28, 2020
જયંતી રવિએ ગઈ કાલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી હતી કે જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો, તેટલો જ ચેપ ઓછો લાગશે. ત્યારે ગુજરાત માટે હાલ તો હાશકારો થાય તેવા આ સમાચાર છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે.
ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે