ક્રિકેટ પર લાગેલા બ્રેક પર કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતવાર

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિ ભારતીય ખેલાડીઓ માટે સારી છે જેનાથી તેમને આરામ કરવાની તક મળશે. શાસ્ત્રીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓની માનસિકતા પર ન્યૂઝિલેન્ડ પ્રવાસનો થાક દેખાઈ રહ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે આ આરામ ખરાબ વસ્તુ નથી કારણ કે જો તમે ન્યૂઝીલેન્ડના પ્રવાસના અંત પર વિચાર કરશો તો જોઈ શકશો કે ખેલાડીઓ પર માનસિક થાક, ફિટનેસ અને ઈજાની અસર જોવા મળી રહી હતી. 
ક્રિકેટ પર લાગેલા બ્રેક પર કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતવાર

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિ ભારતીય ખેલાડીઓ માટે સારી છે જેનાથી તેમને આરામ કરવાની તક મળશે. શાસ્ત્રીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓની માનસિકતા પર ન્યૂઝિલેન્ડ પ્રવાસનો થાક દેખાઈ રહ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે આ આરામ ખરાબ વસ્તુ નથી કારણ કે જો તમે ન્યૂઝીલેન્ડના પ્રવાસના અંત પર વિચાર કરશો તો જોઈ શકશો કે ખેલાડીઓ પર માનસિક થાક, ફિટનેસ અને ઈજાની અસર જોવા મળી રહી હતી. 

તેમણે કહ્યું કે છેલ્લા 10 મહિનામાં અમે જે ક્રિકેટ રમ્યા હતાં તેની અસર જોવા મળી રહી હતી. મારા અને બાકી અન્ય સપોર્ટ સ્ટાફ, અમે 23મી મેના રોજ ભારત છોડ્યું હતું વર્લ્ડ કપ માટે ત્યારબાદથી અમે ફક્ત 10-11 દિવસ જ ઘરમાં રહ્યાં. ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતે ઘરમાં જ દક્ષિણ આફ્રિકા સાથે 3 મેચોની વનડે શ્રેણી રમવાની હતી જે કોરોના વાયરસના કારણે રદ થઈ. ત્યારબાદ આઈપીએલ રમવાનું હતું જે 15 એપ્રિલ સુધી ટળ્યું. 

કોચે કહ્યું કે ઈંગ્લેન્ડ બાદ અમે વેસ્ટઈન્ડિઝ ગયાં. ત્યારબાદ દક્ષિણ આફ્રીકા સામે ભારત રમ્યું. અહીં અમે બે અઢી મહિનાની સીઝન રમ્યા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ગયાં. આ મુશ્કેલ હતું આથી આ આરામ ખેલાડીઓ માટે સારો છે. શાસ્ત્રીએ કહ્યું કે હાલ ખેલાડીઓએ મેદાન પર પાછા ફરવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. ઉલ્ટું તેમણે બીમારી વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવી જોઈએ. 

જુઓ LIVE TV

કોચે કહ્યું કે એક ખેલાડી તરીકે તમારા ઉપર કેટલીક જવાબદારી હોય છે. મને લાગે છે કે હાલ સૌથી પહેલી વસ્તુ સુરક્ષા છે. ફક્ત તમારી જ નહીં પરંતુ એ સુનિશ્ચિત કરવું કે તમારી આજુબાજુના લોકો પણ સુરક્ષિત રહે. તમે જાગરૂકતા ફેલાવીને આવું કરી શકો છો. તેમણે કહ્યું કે વિરાટે આમ કર્યું છે. અનેક ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર સંદેશ પોસ્ટ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news