ગુજરાત: અમદાવાદનાં કોરોનાનાં કેસમાં ઘટાડો, સુરત બની રહ્યું છે નવું હોટસ્પોટ

ગુજરાત માટે એક સમાચાર સારા છે તો બીજા ખરાબ સમાચાર છે. એક તરફ જ્યારે કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં ધીરે ધીરે કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ સુરત ધીરે ધીરે કોરોના હોટસ્પોટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કેસ દિવસેની દિવસે વધતા જઇ રહ્યા છે. 
ગુજરાત: અમદાવાદનાં કોરોનાનાં કેસમાં ઘટાડો, સુરત બની રહ્યું છે નવું હોટસ્પોટ

સુરત : ગુજરાત માટે એક સમાચાર સારા છે તો બીજા ખરાબ સમાચાર છે. એક તરફ જ્યારે કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં ધીરે ધીરે કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ સુરત ધીરે ધીરે કોરોના હોટસ્પોટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કેસ દિવસેની દિવસે વધતા જઇ રહ્યા છે. 

અમદાવાદમાં કોરોનાના રોજિંદા કેસ ગુજરાતનાં કુલ કેસનાં અડધાથી પણ વધારે થતા હતા. જો કે હવે ધીરે ધીરે નાટ્યાત્મક રીતે અમદાવાદનાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 250થી ઓછા કેસ આવ્યા છે. આજના આંકડા પર નજર કરીએ તો 225 કે અમદાવાદ કોર્પોરેશન જ્યારે 13 કે જિલ્લામાં છે. આ ઉપરાંત 11 શહેરના અને જિલ્લામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 216 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જે પૈકી શહેરનાં 199 અને જિલ્લાનાં 17 દર્દીઓનો થયો છે. આ સાથે જ અમદાવાદનો કોરોનાનો આંકડો 19839 જ્યારે મૃત્યુઆંક 1390 થયો છે. જ્યારે 15051 દર્દીઓ સાજા થઇને ઘરે પહોંચ્યા છે. 

અમદાવાદનાં કોરોનાના આંકડાઓ
આ અગાઉ શહેરમાં 7 જુનના રોજ 318, 8 જુને 346, 9 જુને 331, 10 જુને 343, 11 જુને 330, 12 જુને 327, 13 જુને 344, 14 જુને 334, 15 જુને 327, 16 જુને 332, 17 જુને 330, 18 જુને 317, 19 જુને 312, 20 જુને 306, 21 જુને 273, 22 જુને 314, 23 જુને 230 અને 24 જુને 205 કેસ નોંધાયા હતા.

સુરતના કતારગામ ઝોનમાં 909 કેસ ઉપરાંત લિંબાયત ઝોનને પાછળ મુકીને પહેલા નંબરે પહોંચી ચુક્યું છે. જેથી સુરત શહેર નવુ હોટ સ્પોટ કતારગામ ઝોન બની ચુક્યું છે. અનલોક 1 પહેલા કતારગામમાં 258 કેસ હતા. જો કે અનલોક 1 પછી આંકડો 909 પર પહોંચી ચુક્યો છે. જેથી અનલોક-1માં 651 કેસનો વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news