મહારાષ્ટ્રઃ 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 4841 કેસ, 192 મૃત્યુ

કોરોના વાયરસને કારણે 192 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 109 લોકોના મોત છેલ્લા 48 કલાકમાં થયા જ્યારે અન્ય 43 લોકોના મોત તેની પહેલા થયા છે. તો મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 6931 થઈ ગઈ છે. 

મહારાષ્ટ્રઃ 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 4841 કેસ, 192 મૃત્યુ

મુંબઈઃ કોરોનાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર (maharashtra coronavirus updates) માટે ગુરૂવારનો દિવસ ખુબ ખરાબ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 4841 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કોરોના પોઝિટિવ સંક્રમિતોની આ સર્વાધિક સંખ્યા છે. એટલે કે આ પહેલા એક દિવસમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા નથી. આ સાથે પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 147741 થઈ ગઈ છે. 

તો કોરોના વાયરસને કારણે 192 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 109 લોકોના મોત છેલ્લા 48 કલાકમાં થયા જ્યારે અન્ય 43 લોકોના મોત તેની પહેલા થયા છે. તો મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 6931 થઈ ગઈ છે. 

મહારાષ્ટ્રમાં હજુ પણ 63,342 દર્દીઓની સારવાર ચાલી રહી છે જ્યારે 77,453 લોકો સાજા થઈને ઘરે પરત જઈ ચુક્યા છે. તેમાંથી 3661 દર્દીઓ ગુરૂવારે ડિસ્ચાર્જ થયા છે. 

જો માત્ર મુંબઈની વાત કરવામાં આવે તો અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા  70,878 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ચાર હજાર 62 લોકોના મૃત્યુ થયા છે. તો 50 ટકાથી વધુ લોકો સાજા પણ થયા છે. હાલ 27,659 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1350 કોરોનાના કેસ સામે આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news