coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ કોરોના 

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આજે પણ ભાવનગર, અમરેલી, પાટણ, જામનગર, ભરૂચમાં નવા કેસ સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. જિલ્લાના સિહોરમાં 3 કોરોના પોઝિટિવ નોંધાયા છે, તો મહુવામાં 2 કોરોના પોઝિટિવનો વધારો થયો છે. જ્યારે શહેરના સુભાષનગરના 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોરોના પોઝિટિવના 190 કેસ થયા છે. જ્યારે 138 લોકોને સ્વસ્થ થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 14 લોકોના કોરોના સારવાર દરમિયાન મોત થયા છે. તેમજ 38 લોકો હજુ પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ કોરોના 

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આજે પણ ભાવનગર, અમરેલી, પાટણ, જામનગર, ભરૂચમાં નવા કેસ સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. જિલ્લાના સિહોરમાં 3 કોરોના પોઝિટિવ નોંધાયા છે, તો મહુવામાં 2 કોરોના પોઝિટિવનો વધારો થયો છે. જ્યારે શહેરના સુભાષનગરના 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોરોના પોઝિટિવના 190 કેસ થયા છે. જ્યારે 138 લોકોને સ્વસ્થ થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 14 લોકોના કોરોના સારવાર દરમિયાન મોત થયા છે. તેમજ 38 લોકો હજુ પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

કચ્છનો દરિયાઈ પટ્ટો ચરસના સ્મગલિંગ માટે સેફ પેસેજ બન્યો, આજે વધુ 85 પેકેટ મળ્યાં 

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. ખાંભાના 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાંભાના તાલડા ગામના 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલી શહેરના સરદાર નગરના 29 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં 4 દર્દીઓના મોત થયા છે. તો 14 દર્દીઓ રિકવર થયા છે. જિલ્લામાં હાલ 24 દર્દીઓ એક્ટિવ છે. જિલ્લામાં કુલ 42 દર્દીઓ કોરોના પોઝિટિવના નોંધાયા છે. 

પાટણ શહેરમાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ખેજડાના પાડા ગામમાં 2, અંબાજી માતાના ચોક વિસ્તારમાં 1, બાબુના બંગલા પાસે એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. 3 પુરુષ અને એક મહિલા ને કોરોના ચાર દર્દીઓને ધારપુર આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા છે.

અમરેલીમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, દ્વારકાના ભાણવાર ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ

જામનગરમાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ચાર પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. જામનગરમાં હવે સ્થાનિક સંક્રમણ વધવાની શક્યતા વધી છે. જામનગરમાં કોરોનાના કુલ 121 પોઝિટિવ કેસ થયા છે. આજ રોજ ભરૂચમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવ ખાતે પોઝિટિવ આવેલ મનોજ મહેતાની પત્ની તેમજ બે પુત્રનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. નર્મદાનગર ટાઉનશીપ નજીક રહેતા 54 વર્ષીય સંજયસિંહ પરમારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ભરૂચમાં કોરોના વાયરસનો આંકડો 140 પર પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news