કોરોનાના દર્દીનું મોત થતા અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલને AMCએ મોકલી નોટિસ

અમદાવાદની ફેમસ રાજસ્થાન હોસ્પિટલ (rajasthan hospital)ને નોટિસ મોકલવામાં આવી છે. Amc એ રીફર કરેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા દર્દીનં મોત નિપજ્યું છે. ત્યારે એપિડેમિક એક્ટ હેઠળ હોસ્પિટલ સામે દંડ સહિતની કાર્યવાહી કરવા નોટિસ મોકલાઈ છે. 

કોરોનાના દર્દીનું મોત થતા અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલને AMCએ મોકલી નોટિસ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદની ફેમસ રાજસ્થાન હોસ્પિટલ (rajasthan hospital)ને નોટિસ મોકલવામાં આવી છે. Amc એ રીફર કરેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા દર્દીનં મોત નિપજ્યું છે. ત્યારે એપિડેમિક એક્ટ હેઠળ હોસ્પિટલ સામે દંડ સહિતની કાર્યવાહી કરવા નોટિસ મોકલાઈ છે. હોસ્પિટલ બોર્ડના ચેરમેન સહિત 8 સભ્યો અને 24 કમિટી મેમ્બર મળી કુલ 32 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. ગત 18 જુનના રોજ કોરોના દર્દીને amc એ રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવા મોકલ્યો હતો. હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. 

coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ કોરોના   

પ્રાપ્ત માહિતી અનુસાર, હરીક કડિયા (ઉંમર 73 વર્ષ) નામના દર્દીને લાઈફ કેર હોસ્પિટલમાંથી રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એએમસી દ્વારા આ દર્દીને રાજસ્થાન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દર્દી કોરોનાનો દર્દી હતો. આ વૃદ્ધ દર્દીને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, ત્યાર ગેટ ખોલવામાં આવ્યો ન હતો. 20 મિનીટ સુધી દર્દીને ગેટની બહાર રખાયા હતા.  જેના બાદ દર્દીના સ્વજનો અને હોસ્પિટલ સંચાલકો સામસામે આવી ગયા હતા. જોકે, બાદમાં આ દર્દીનું મોત નિપજ્યું છે. 

કચ્છનો દરિયાઈ પટ્ટો ચરસના સ્મગલિંગ માટે સેફ પેસેજ બન્યો, આજે વધુ 85 પેકેટ મળ્યાં 

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એએમસી દ્વારા રાજસ્થાન હોસ્પિટલને નોટિસ મોકલવામાં આવી છે. એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ ભારે દંડ કરવા, કલમ-3 હેઠળ IPC ધારા 188 અંતર્ગત પોલીસ ફરિયાદ કરવા અને સી-ફોર્મ રજીસ્ટ્રેશન કરવા તથા અન્ય સખત કાર્યવાહી  નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એએમસી દ્વારા આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને પણ નોટિસ મોકલાઈ હતી. બંન્ને હોસ્પિટલોને રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ સહિત આ બંન્ને હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news