કાંકરિયા તળાવનો SBI સાથે 50 વર્ષોથી છે ખાસ સંબંધ, આ પાછળ છુપાઈ છે એક કહાની

સ્ટેટ બેંક ઓફ ઓફ ઈન્ડિયાને અત્યાર સુધી બે લોગો મળ્યા છે. જેમાંથી બીજો હાલ સર્વસામાન્ય છે, અને લોકપ્રિય પણ છે. પહેલો લોગો ત્યારે બનાવાયો હતો, જ્યારે બેંકની સ્થાપના થઈ હતી. 1 જુલાઈ, 1955માં બેંકની સ્થાપના સમયે બનાવાયેલા લોગોમાં વડનું વૃક્ષ દર્શાવાયું હતું. 

કાંકરિયા તળાવનો SBI સાથે 50 વર્ષોથી છે ખાસ સંબંધ, આ પાછળ છુપાઈ છે એક કહાની

અમદાવાદ : ગુજરાતનું હેરિટેજ સિટી વર્લ્ડ ફેમસ છે. અમદાવાદને હેરિટેજ સિટી તરીકેની ઓળખ મળી ગઈ છે. અહીં આવનારી દરેક વ્યક્તિ કાંકરિયા લેક ફરવા જવાની ઈચ્છા ધરાવે છે. વર્ષ 2008માં તેના રિનોવેશન બાદ તો તેની કાયાપલટ થઈ ગઈ છે. હવે તો કાંકરિયાના આંગણે ફેસ્ટિવલ ઉજવાતા થઈ ગયા છે. કાંકરિયા તળાવ તેના દિલમાં અનેક વાર્તાઓ ધરબીને બેઠું છે. તો તેની સાથે જોડાયેલી માહિતીઓ લખવા બેસીએ તો પાના ઓછા પડે. કાંકરિયા સાથે જોડાયેલી અનેક રોમાંચક માહિતીઓ તમને ખબર પણ હશે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)નો લોગો પણ આ તળાવ સાથે જોડાયેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ અમદાવાદમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનિંગ (એનઆઈડી) દ્વારા આ લોગો ડિઝાઈન કરાયો હતો, જે કાંકરિયા લેકથી ઈન્સ્પાયર્ડ છે.

સ્ટેટ બેંક ઓફ ઓફ ઈન્ડિયાને અત્યાર સુધી બે લોગો મળ્યા છે. જેમાંથી બીજો હાલ સર્વસામાન્ય છે, અને લોકપ્રિય પણ છે. પહેલો લોગો ત્યારે બનાવાયો હતો, જ્યારે બેંકની સ્થાપના થઈ હતી. 1 જુલાઈ, 1955માં બેંકની સ્થાપના સમયે બનાવાયેલા લોગોમાં વડનું વૃક્ષ દર્શાવાયું હતું. 

જૂનો લોગો
બેંકના જૂના લોગોમાં વડનું વૃક્ષ છે. તે સમયના લોગોમાં મૂકેલ વટવૃક્ષ એ દર્શાવતું હતું કે, બેંકના મજબૂત મૂળિયા દરેક દિશામાં વધવામાં સક્ષમ છે. પરંતુ બાદમાં આ લોગોની આલોચના થઈ હતી. લોકો એમ પણ કહેતા કે, વટવૃક્ષ તેની આસપાસના અન્ય પ્લાન્ટ્સને વિકસવા નથી દેતું. તેથી આ લોગોને હટાવવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ નવો લોગો બનાવવાની હિલચાલ શરૂ થઈ હતી.

નવો લોગો
આ લોગોને 1 ઓક્ટોબર, 1971ના રોજ મુંબઈમાં ભારતીય સ્ટેટ બેંકના સેન્ટર કાર્યકારી ભવનના ઉદઘાટનના પ્રસંગે જાહેર કરવામાં આવ્યો હતો. નવા લોગોને એનઆઈડી અમદાવાદના શેખર કામત દ્વારા ડિઝાઈન કરાયો છે, જેઓ એનઆઈડીમાં ક્રિએટીવ હેડ છે. આ લોગો કાંકરિયા લેકથી ઈન્સ્પાયર્ડ થઈને બનાવાયો છે. આ લોગોને બનાવવા પાછળ અનેક અર્થ નીકળે છે. 

લોગોના વિવિધ અર્થ

  •  લોગોનું મોટુ સર્કલ એક્તા અને પૂર્ણતા દર્શાવે છે. વચ્ચેનું નાનું સર્કલ બતાવે છે કે, બેંકના મોટા આકાર છતાં તેના કેન્દ્રમાં તો એક સામાન્ય વ્યક્તિ જ છે.
  •  નાનું સર્કલ અને બ્લ્યૂ કલરના બેકગ્રાઉન્ડની સાથે ઉભી લાઈન એક કી-હોલ જેમ છે, જે સુરક્ષા અને શક્તિનું પ્રતિક છે.
  •  વચ્ચે જે નાનકડું સર્કલ છે, તે તળાવમાં ફેંકવામાં આવેલ પત્થરની જેમ છે, જે બતાવે છે કે, એકવાર તમે તમારા રૂપિયા એસબીઆઈમાં જમા કરાવ્યા, તો તે લહેરની જેમ વધતા રહેશે અને તેનો પ્રભાવ તમારી સમૃદ્ધિ અને ખુશીની તરફ વધશે.
  •  વચ્ચેનું સફેદ સર્કલ સ્ટેટ બેંકની તમામ બ્રાન્ચને પણ દર્શાવે છે. પાતળી લાઈન નાનકડા ગામડા અને શહેરોની સાંકળી ગલીઓને દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સ્ટેટ બેંક બ્રાન્ચ દરેક જગ્યાએ તમારી સેવા કરવા મોજૂદ છે. 

કાંકરિયાનો ઈતિહાસ
કાંકિરયા તળાવ ગુજરાતના સૌથી મોટા તળાવમાનું એક ગણાય છે. તેનુ નિર્માણ સુલ્તાન અહેમદ શાહે કરાવ્યું હતું. આ તળાવની મધ્યોમધ નગીના વાડી આવેલી છે. એક સમયે આ તળાવ કુતુબ હૌજ અને હૌજ-એ-કુતુબના નામથી ઓળખાતું હતું. આ તળાવની આસપાસ હાલ અનેક આકર્ષણો ઉભા કરાયા છે. જેને કારણે વિકેન્ડમાં કાંકરિયા પર મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. તેની આજુબાજુ બગીચા અને પ્લે એરિયા બનાવાયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news