માતાના કહેવા પર 11 વર્ષનો પુત્ર કુદી ગયો પાણીમાં, જાણો પછી શું થયું...
આ ઘટના અમેરિકાના મિનેસોટા રાજ્યમાં સ્થિત એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્સની છે. જેના ઇનડોર સ્વિમિંગ પૂલમાં રવિવારે એક 34 વર્ષીય વ્યક્તિ ડૂબી રહ્યો હતો. જેને અદવિક નાંદિકટોકુરે બચાવી લીધો હતો.
Trending Photos
એક 11 વર્ષના ભારતીય બાળક સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. આ પ્રશંસાનું કારણ છે તેનું તેનાથી 23 વર્ષ મોટા શખ્સને ડૂબવાથી બચાવવાનું. આ ઘટના અમેરિકાના મિનેસોટા રાજ્યમાં સ્થિત એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્સની છે. જેના ઇનડોર સ્વિમિંગ પૂલમાં રવિવારે એક 34 વર્ષીય વ્યક્તિ ડૂબી રહ્યો હતો. જેને અદવિક નાંદિકટોકુરે બચાવી લીધો હતો.
ત્યાં કોઈ નહોતું જે સ્વિમિંગ કરી શકે
રિપોર્ટના અનુસાર, આ ઘટના 30 ડિસેમ્બરની સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી. જમાં 34 વર્ષીય શખ્સ પૂલમાં ડૂબી રહ્યો હતો. તે સમયે એવો કોઇ શખ્સ હાજર ન હતો જેને સ્વિમિંગ આવડતું હોય. એવામાં 11 વર્ષીય અદ્વેકે હિમ્મત કરી તે શખ્સને બચાવવાનો નિર્ણય કર્યો અદ્વેક વર્ષ 2015થી સ્વિમિંગ શીખી રહ્યો હતો. કેમકે તે સમયે તેમનો પરિવાર ભારતથી અમેરિકામાં શિફ્ટ થયો હતો.
માતાએ કહ્યું કૂદવાનું
જોકે, અદ્વેક પાણીમાં કુદવા પહેલા ભયભીત થઇ ગયો હતો. કેમ કે પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિની ઉંમર અને આકાર તેનાથી મોટો હતો. પરંતુ અદ્વેકની માતાએ તેને પાણીમાં કુદવા કહ્યું, તે પછી અદ્વેક ભયભીત થયા વગર સ્વિમિંગ પુલમાં કૂદી ગયો અને તે 34 વર્ષીય શખ્સને ખેંચીને કિનારા સુધી લઇ આવ્યો. ત્યાર બાદ તેને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પૂલમાં ડૂબી રહેલા શખ્સનું નામ શ્રીનિવાસ યલાવર્થી જણાવવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે