રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તૂટવાની 2017થી પ્રથા શરૂ

ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય રાજીનામા આપવા હવે તે સામાન્ય વાત થઇ ગઇ છે. રાજ્યસભાની ચૂંટણી તારીખે જાહેર થાય અને કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઇ જાય છે. પાર્ટીએ યોગ્ય સ્થાન ન આપ્યું અથવા પાર્ટીએ કોઇ સાંભળતું નથી. આ બહાના વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા ધરે છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ પણ પોતાના ધારાસભ્યોને એક કરવા સદંતર નિષ્ફળ રહી છે. જ્યારે ધારાસભ્ય તુટે છે ત્યારે કોંગ્રેસ પક્ષ રીસોર્ટ પર દોડ મુકે છે અને ધારાસભ્યોને એક કરવા અને અન્ય ધારાસભ્ય ન તુટે તેના માટે રીસોર્ટમાં લઇ જવાય છે. આ ઘટના રાજકારણમાં નવી નથી. પરંતુ ગુજરાતમાં અનેક વર્ષોના વિરામ બાદ રીસોર્ટ પોલિટીક્સ ફરી એકવાર ધારાસભ્યોને એક રાખવા રીસોર્ટ લઇ જવાબ રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તૂટવાની 2017થી પ્રથા શરૂ

ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય રાજીનામા આપવા હવે તે સામાન્ય વાત થઇ ગઇ છે. રાજ્યસભાની ચૂંટણી તારીખે જાહેર થાય અને કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઇ જાય છે. પાર્ટીએ યોગ્ય સ્થાન ન આપ્યું અથવા પાર્ટીએ કોઇ સાંભળતું નથી. આ બહાના વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા ધરે છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ પણ પોતાના ધારાસભ્યોને એક કરવા સદંતર નિષ્ફળ રહી છે. જ્યારે ધારાસભ્ય તુટે છે ત્યારે કોંગ્રેસ પક્ષ રીસોર્ટ પર દોડ મુકે છે અને ધારાસભ્યોને એક કરવા અને અન્ય ધારાસભ્ય ન તુટે તેના માટે રીસોર્ટમાં લઇ જવાય છે. આ ઘટના રાજકારણમાં નવી નથી. પરંતુ ગુજરાતમાં અનેક વર્ષોના વિરામ બાદ રીસોર્ટ પોલિટીક્સ ફરી એકવાર ધારાસભ્યોને એક રાખવા રીસોર્ટ લઇ જવાબ રહ્યા છે.

2020માં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રસ પક્ષના ધારાસભ્યોને એક પછી એક રાજીનામા પડતા જયપુર રીસોર્ટ અને હવે ઝોન વાઇઝ અલગ અલગ રીસોર્ટમા લઇ જવાયા છે. 2020માં રાજ્યસભા ચૂંટણી તારીખે જાહેર થઇ હજુ તો ઉમેદવારો ફોર્મ ભરે છે. ત્યાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થાય છે. એક પછી એક પાંચ ધારાસભ્ય માર્ચ મહિનામાં રાજીનામા આપી દે છે. કોંગ્રેસ પક્ષ હરક્તમાં આવે છે અને ધારાસભ્યોને કોરોના મહામારી વચ્ચે જયપુર એક પછી એક ધારાસભ્યને ત્રણ ભાગના રીસોર્ટમા મોકલે છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર હોવાની કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર રીસોર્ટમા રખાય છે. ચૂંટણી મોકુફ રખતા તમામ ધારાસભ્ય પરત ફરે છે અને ફરી એકવાર 19 જૂન ચૂંટણી તારીખ જાહેર થાય છે. ત્યાં ફરી એક પછી એક ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી કોંગ્રેસમાં હંડકપ મચી જાય છે.

હાલ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ચાર ઝોનમાં અલગ અલગ સિનિયર નેતાની જવાબદારીમાં ધારાસભ્ય રીસોર્ટ લઇ જવાયા છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાચવા માટે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ, દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય માટે તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા, સૌરાષ્ટ્રના ધારાસભ્ય માટે અર્જૂનભાઇ મોઢવાડી અને પરેશ ધાનાણી અને મધ્ય ગુજરાત માટે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને જવાબદારી સોપાઇ છે.

2017માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તુટવાની પ્રથા શરૂ થઇ છે . ૧૪ થી વધુ ધારાસભ્ય કોંગ્રેસનો હાથ અહેમદ પટેલ ચૂંટણી વખતે છોડી જતા રહ્યા હતા . ત્યાર બાદ ૨૦૧૯ ફરી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા રાજીનામા આપતા કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો આવે છે. ફરી એ જ પુરનાવર્તન થયું છે . જેમાં ફરી ૨૦૨૦ ચૂંટણી આઠ ધારાસભ્ય રાજીનામા ધરી દીધા છે. ફરી એક વાર કોંગ્રેસ પક્ષ પોતાની સાક બચાવા માટે કોંગ્રેસે રીસોર્ટ પોલિટ્કિસ શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news