માસ્ક પહેરવા માટેની WHOની ગાઈડલાઈનમાં ફેરફાર, તમારા માટે તે જાણવું જરૂરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શુક્રવારે કોરોના વાયરસ (Coronavirus) મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાની માર્ગદર્શિકાને સુધારીને જણાવ્યું કે લોકોએ ગીચ સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ જ્યાં નવો કોરોના વાયરસ ફેલાયો છે.
માસ્ક પહેરવા માટેની WHOની ગાઈડલાઈનમાં ફેરફાર, તમારા માટે તે જાણવું જરૂરી

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શુક્રવારે કોરોના વાયરસ (Coronavirus) મહામારી દરમિયાન ફેસ માસ્ક પહેરવાની માર્ગદર્શિકાને સુધારીને જણાવ્યું કે લોકોએ ગીચ સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ જ્યાં નવો કોરોના વાયરસ ફેલાયો છે.

જોકે આ જીવલેણ વાયરસ ફેલાતો રહે છે, એવામાં WHOએ પણ આ વાતને લઈને પોતાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે કે માસ્ક કોને પહેરવો જોઈએ, ક્યારે પહેરવો જોઈએ અને આ માસ્ક સેમાથી બનાવેલું હોવું જોઇએ. 

WHOના ચીફ ટેડ્રોસ એદનોમે સૂચવ્યું હતું કે સરકારોએ તેમના લોકોને એવા સ્થળોએ માસ્ક પહેરવા પ્રોત્સાહન આપવું જોઈએ જ્યાં વાયરસનું વ્યાપક સંક્રમણ છે અને જાહેર પરિવહન, દુકાનો કે અન્ય જેવા લોકોને દૂર રાખવા મુશ્કેલ છે. તે સ્થાન જ્યાં ભીડભર્યું વાતાવરણ રહે છે.

WHOના ચીફએ કોમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા વિસ્તારો માટે સલાહ આપી હતી કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો, અથવા જેને ગંભીર બીમારીઓ છે, એવી પરિસ્થિતિમાં તબીબી માસ્ક પહેરવા જોઈએ જ્યાં લોકોથી શારીરિક અંતર જાળવવું શક્ય નથી. છે.

WHOએ નોન-મેડિકલ ફેબ્રિક માસ્કની રચના સંબંધિત નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં સૂચવવામાં આવ્યું છે કે માસ્કમાં વિવિધ સામગ્રીના ઓછામાં ઓછા ત્રણ સ્તરો હોવા જોઈએ.

જો કે, ડબ્લ્યુએચઓ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માસ્ક વાયરસને દૂર રાખવા માટે એક અસરકારક વ્યૂહરચનાનો જ એક ભાગ છે અને લોકોએ એમ ન માની લેવું જોઈએ કે તેઓ તેને પહેરવાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news