કોંગ્રેસે નીતિ આયોગના રીપોર્ટને આધારે ઉઘાડી પાડી ભાજપની પોલ

નરેન્દ્ર મોદીએ દેશમાં સત્તા સંભાળી હતી ત્યારે દેશના 6,49,867 ગામો પૈકી માત્ર 18,452 ગામોમાં વિજળી કરણ બાકી હતું. જૈ પૈકીના માત્ર 4,813 ગામમાં કેન્દ્ર સરકાર વિજળીકરણ કરી શકી છે.

કોંગ્રેસે નીતિ આયોગના રીપોર્ટને આધારે ઉઘાડી પાડી ભાજપની પોલ

ગૌરવ પટેલ, અમદાવાદ: દેશના મોટા ભાગના રાજ્યોમાં વર્ષ 2014માં સુધીમાં 95 ટકા કરતાં વધારે વિજળીકરણ થયાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. નિતિ આયોગા રીપોર્ટને આધાર બનાવતાં કોંગ્રેસે કહ્યું કે કેન્દ્રની મોદી સરકારના શાસનમાં માત્ર 4813 ગામમાં વિજળીકરણ થયુ છે. કેન્દ્રની યુપીએ 1 અને 2 સરકાર દ્વારા માત્ર 10 વર્ષમાં 14 રાજ્યોમાં 100 ટકા અને 14 રાજ્યોમાં 95 ટકાથી વધારે ગામડાઓમાં વીજળી કરણનું કામ પૂર્ણ કર્યુ હતું.

જ્યારે નરેન્દ્ર મોદીએ દેશમાં સત્તા સંભાળી હતી ત્યારે દેશના 6,49,867 ગામો પૈકી માત્ર 18,452 ગામોમાં વિજળી કરણ બાકી હતું. જૈ પૈકીના માત્ર 4,813 ગામમાં કેન્દ્ર સરકાર વિજળીકરણ કરી શકી છે. કોંગ્રેસ પ્રવક્તાનો દાવો છે કે કોંગ્રેસના શાસનમાં દર વર્ષે સરેરાશ 10 હજાર ગામમાં વિજળી કરણ થતું હતું. જ્યારે મોદીના ચાર વર્ષના શાસનમાં માત્ર 4813 ગામમાં વિજળીકરણ થયું છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચાલતી જ્યોતિગ્રામ યોજાનાની અમલવારી પર પણ સવાલ ઉઠાવામાં આવ્યા હતા. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ સંપૂર્ણ રાજ્યમાં થયેલા વિજળીકરણની પોલ ખોલતાં મનિશ દોષીએ કહ્યું કે કેન્દ્રની યુપીએ સરકાર દ્રારા રાજીવ ગાંધી વિદ્યુતિકરણ યોજાના હેઠળ 10 વર્ષમાં 55 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી  અને ઉર્જા પ્રધાન દ્વારા વર્ષ 2006માં સમગ્ર રાજ્યમાં વિજળી કરણ થઇ ગયાનો દાવો કરી રાષ્ટ્રપતિના દ્વારા જાહેરાત કરાવાઇ હતી. જોકે નિતિ આયોગના અહેવાલમાં સ્પષ્ટ કહેવાયુ છે કે વર્ષ 2005-2006માં ગુજરાતમાં 99.13 ટકા વિજળી કરણ થયું હતું અને સંપુર્ણ વિજળી કરણ વર્ષ 2014માં થયું હતું. 

વર્ષ 2014માં 100 ટકા વિજળી કરણ થયેલા રાજ્યોની યાદી પર નજર કરીએ તો
આંધ્રપ્રદેશ,ચંદીગઢ,દિવ દમણ ,દાદારાનગર હેવલી,દિલ્હી,ગોવા,હરિયાણા,કેરાલા,પંજાબ,લક્ષ્યદ્રિપ,પાંડેચરી,સિક્કિમ તમીલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે

વર્ષ 2014 સુધીમાં 95 ટકા વિજળી કરણ થયેલા રાજ્યો પર નજર કરીએ તો

  • આસામ : 96.84
  • બિહાર :95.50
  • છત્તિસગઢ : 97.74
  • હિમાચલ : 99.70
  • જમ્મુ કાશ્મીર : 98.22
  • કર્ણાટક : 99.88
  • મધ્યપ્રદેશ : 97.19
  • મહારાષ્ટ્ર : 99.91
  • મીઝોરમ : 95.20
  • તેલંગાણા : 96.90
  • ત્રિપુરા : 98.89
  • ઉત્તરપ્રદેશ : 98.67
  • ઉત્તરાખંડ : 99.32
  • પશ્વિમ બંગાળ : 99.99

કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીનું કહેવું છે કેગુજરાતમાં સરકારી વીજ મથકોમાં સતત ઉત્‍પાદનમાં ઘટાડો કરવાનો અને બીજી બાજુ ખાનગી વીજ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વીજ ખરીદી કરીને ગુજરાતના વીજ ગ્રાહકો પાસેથી ઉંચા વીજ બીલોની વસુલાત કરવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતો મોંઘી વીજળીનો સીધો ભોગ બની રહ્યા છે. ત્યારે તત્કાલિન મુખ્યમંત્રીના આ જુઠ્ઠાણાનો જવાબ આપવા કોંગ્રેસે માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news