સમુદ્રમાં ભારતને ઘેરવાની તૈયારીમાં છે ચીન-પાકિસ્તાન, આવી ચતુર ચાલ ચાલી

સુત્રો અનુસાર પ્રોજેક્ટ હૈંગુંર હેઠળ ચીનની ચાઇના શિબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન પાકિસ્તાની નૌસેના માટે 8 નવી સબમરીન તૈયાર કરી છે

સમુદ્રમાં ભારતને ઘેરવાની તૈયારીમાં છે ચીન-પાકિસ્તાન, આવી ચતુર ચાલ ચાલી

નવી દિલ્હી : ચીન ભારતની વિરુદ્ધ પાકિસ્તાનને સતત મજબુત કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. ભારતની વિરુદ્ધ જાસુસી માટે જ્યાં એક તરફ ચીને ગત્ત દિવસોમાં પાકિસ્તાન માટે બે સેટેલાઇટ લોંચ કર્યા હતા. તે ઉપરાંત ગ્વાદરથી માંડીને ભારત પાકિસ્તાન સીમા પર ફરજંદ  પાકિસ્તાની સેનાની ચીન મદદ કરી રહ્યું છે. ચીને ભારતીય નૌસેનાની વધી રહેલી શક્તિ પર અંકુશ લગાવવા માટે 8 સબમરીન પાકિસ્તાની નૌસેનાને આપી છે. 

સુત્રો અનુસાર પ્રોજેક્ટ હૈંગુર હેઠળ ચીનની ચાઇના શિપબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન પાકિસ્તાની નૌસેના માટે 8 નવા સબમરીનને બનાવી રહ્યું છે, જે ટુંકમાં જ પાકિસ્તાન નૌસેનાને સોંપવામાં આવશે.જોવામાં આવે તો ભારતીય નૌસેનાની પાસે 16 સબમરીન છે જ્યારે પાકિસ્તાની નૌસેનાને સોંપવામાં આવશે. જોવામાં આવે તો ભારતીય નૌસેના પાસે 16 સબમરીન છે જ્યારે પાકિસ્તાની નૌસેના પાસે કુલ 10 સબમરીન છે. ચીનની આ મદદથી ભારતીય સમુદ્રી સીમામાં આ બંન્ને દેશો તરફથી ભારતીય નૌસેનાને સંયુક્ત પડકાર મળવાનાં છે. 

ચીની નૌસેના સતત ભારતીય સમુદ્રી સીમામાં સતત ઘૂસણખોરીની ફિરાકમાં હોય છે. એવામાં ભારતની સામે ચીને અને પાકિસ્તાન રૂપી બે પડકારો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતે સ્કોર્પીયન ક્લાસની ત્રીજી સબમરીન કરંજ મુંબઇના મડગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતેથી લોન્ચ કરી હતી. 

પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ હેઠળ એમડીએલ દ્વારા બનાવવામાં આવનાર 6 સબમરીમાંથી ત્રીજી સબમરીન છે. આ શ્રેણીની પ્રથમ સબમરીન આઇએનએસ કલવરી ગત્ત વર્ષે 14 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. બીજી સબમરીને ખંડેરી પણ લોન્ચ કરવામાં આવી ચુકી છે, જેનું સમુદ્રમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. બીજી તરફ ભારત પર નજર રાખવા માટે ચીન અને પાકિસ્તાને મળીને બે સેટેલાઇટ બનાવયા છે. ચીનેરિમોટ સેન્સિંગ સેટેલાઇટ બનાવ્યો છે, જેનું નામ PRSS-1 છે. તે પાકિસ્તાનનાં વૈજ્ઞાનિકોએ Pak TES -1A નામનો સેટેલાઇટ તૈયાર કર્યો છે. આ બંન્ને સેટેલાઇટને આ મહિને ચીનનાં ઉત્તર પશ્ચિમી પ્રાંત જિયુકુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યા. 

ચીનની PRSS-1 સેટેલાઇટ દિવસ અને રાત્રે મોનિટરિંગ કરવા સક્ષમ છે. એટલે સુધી કે ઘટાટોપ વાદળોમાંથી પણ જોવા માટે સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news