બ્રિજેશ મેરજાની આવક ત્રણ વર્ષમાં બમણી થઇ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ
Trending Photos
મોરબી : માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારોને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની આવક ત્રણ વર્ષમાં વધી ગયેલ છે. જેથી ટંકારા પડધરીના કોંગી ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ તેની પાસે આવક બમણી કરવા માટેની કઈ જડી બુટી છે તેની વિગત માંગી છે. હાલમાં કોરોનાના કાળમાં ચૂંટણી યોજાઇ રહી છે, ત્યારે બ્રિજેશભાઇ મેરજાના પાપે નાયબ મામલતદારો કોરોના પોજીટીવ આવેલ છે તેવો આક્ષેપ કરેલ છે. મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા હાલમાં પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર છે. તેમણે મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
દરમિયાન તેઓએ જે પોતાની સ્થાવર અને જંગમ મિલકત બતાવી છે. તે ૨.૧૨ કરોડ દર્શાવવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ ની અંદર જ્યારે બ્રિજેશભાઈએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મિલકત અંગે સોગંદનામું કર્યું હતું તેમાં કુલ મળીને ૯૧.૨૫ લાખ રૂપિયાની મિલકત દર્શાવી હતી. જો કે હાલમાં વર્ષ ૨૦૨૦ માં તેમની મિલકત વધીને ૨.૧૨ કરોડ દર્શાવવામાં આવેલ છે, તેમણે રજૂ કરેલી આંકડાકીય માહિતીમાં વર્ષ ૨૦૧૭ માં તેઓની જંગમ મિલકત ૫૨.૯૦ હતી અને સ્થાવર મિલકત ૩૮.૩૪ લાખની હતી.
જો કે ૨૦૨૦માં આ મિલકત વધીને જંગમ મિલકત ૧.૧૦ કરોડની છે, અને મિલકત ૧.૦૨ કરોડની દર્શાવવામાં આવેલ છે. એટલે કે, ત્રણ વર્ષમાં તેમની મિલકત બમણી થઈ ગયેલ છે. આ મિલકત બમણી કેવી રીતે થયેલ છે, તેવો સવાલ ટંકારા પડધરીના કોંગી ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કર્યો છે. જે જડી બુટી હોય તે લોકોની મિલકત વધારવા માટે માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા જાહેર કરે તેવી માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ત્યારે બ્રિજેશભાઇ મેરજાના પાપે હાલમાં ચૂંટણી આવી છે. મોરબી મલલતદાર કચેરીના ચાર નાયબ મામલતદારો કોરોના પોજીટીવ આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે