લીલાદુષ્કાળમાં અધિકમાસ: ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની દિવાળી બગડી

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ઓક્ટોબર મહીનામાં વરસાદ નોંધાયો હતો. કોઇ વિસ્તારમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી બની છે. નિશ્ચિત વરસાદ કરતા ઘણો વધારે વરસાદ પડી ચુક્યો છે. તેમ છતા પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઇ રહ્યા. ઓક્ટોબર મહીનો હોવા છતા પણ ગુજરાતમાં હજી પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. 
લીલાદુષ્કાળમાં અધિકમાસ: ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની દિવાળી બગડી

અમદાવાદ : ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ઓક્ટોબર મહીનામાં વરસાદ નોંધાયો હતો. કોઇ વિસ્તારમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી બની છે. નિશ્ચિત વરસાદ કરતા ઘણો વધારે વરસાદ પડી ચુક્યો છે. તેમ છતા પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઇ રહ્યા. ઓક્ટોબર મહીનો હોવા છતા પણ ગુજરાતમાં હજી પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

અરવલ્લીનાં વાતાવરણમાં પલટો
અરવલ્લીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધનસુરા અને માલપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદી છાંટાથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે. 

અમરેલીના ખાંભામાં વરસાદ
ખાંભા તેમજ નાનુડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક ગામોમાં વરસાદ તુટી પડ્યો હતો. જો કે કમોસમી વરસાદનાં કારણે પહેલાથી જ પરેશાન ખેડૂતોની ચિંતામા વધારો થયો છે. 

ગોંડલમાં પણ કમોસમી વરસાદ
ગોંડલ શહેર અને પંથક માં વરસાદ નોંધાયો હતો. ભરૂડી, પીપળીયા, ભુનાવા, સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. અસહ્ય અને ગરમીથી ત્રસ્ત લોકોને વરાસદના કારણે રાહત મળી હતી. જો કે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી કફોડી થઇ હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની સાથે જ શહેરમાં લાઈટ ગુલ થઇ. ગોંડલ રાજકોટ હાઇવે પર પણ વરસાદ પડ્યો હતો. ભુણાવા, હડમતાળા અને ભરુડી સહિતના ગામો પર ભારે પવન સાથે વરસાદ.

કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. મુન્દ્રા માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લો પ્રેશરના કારણે આજે સાંજથી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. વરસાદ સાથે 36નો આંકડો ધરાવતા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. 

નડિયાદના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
નડિયાદ સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દિવસભર બફારા બાદ મોડી સાંજે શરૂ થયો વરસાદ. આકાશમાં વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. દિવસભરના બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને થશે રાહત. 

દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ભાણવડ શહેરમાં કમોસમી વરસાદથી  શહેરનાં રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતી વધારે કફોડી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news