હવામાન ખાતા આગાહી: તૈયાર રહેજો... કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે
રાજ્યમાં ચારેતરફ ઠંડીએ જમાવટ કરી લીધી છે. ચારેતરફ ઠંડી (coldwave in gujarat) નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે કે ન પૂછો વાતો. શનિવારે ગુજરાતનું નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઠંડીનો અત્યાર સુધીનો સૌથી નીચો પાર કહી શકાય.
Trending Photos
અમદાવાદ :રાજ્યમાં ચારેતરફ ઠંડીએ જમાવટ કરી લીધી છે. ચારેતરફ ઠંડી (coldwave in gujarat) નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે કે ન પૂછો વાતો. શનિવારે ગુજરાતનું નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઠંડીનો અત્યાર સુધીનો સૌથી નીચો પાર કહી શકાય.
રાશિફળ 19 જાન્યુઆરી : કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીમાં ઘર કરીને બેસ્યો છે, જાણો કેવો છે તે તમારો આજનો દિવસ
સમગ્ર રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન ખાતું તો કહી ચૂક્યું છે કે, કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. જેને કારણે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોને માઠી અસર પહોંચી શકે છે.
હળાહળ કળીયુગ!! સગા ભાઈ-બહેન વચ્ચે પાંગરેલા અનૈતિક સંબંધોનું પરિણામ હતું સુરતમાં મળેલી બાળકી
જુઓ ક્યાં કેટલુ તાપમાન
- નલિયા 3.8 ડિગ્રી
- અમદાવાદ 10.4 ડિગ્રી
- ગાંધીનગર 9.2 ડિગ્રી
- વડોદરા 11.4 ડિગ્રી
- ભૂજ 8.8 ડિગ્રી
- દીવ 8.8 ડિગ્રી
- રાજકોટ 7.5 ડિગ્રી
- સુરત 13.7 ડિગ્રી
હવામાન ખાતાની આગાહી
ઉત્તર દિશામાંથી વાતા પવનને કારણે સમગ્ર ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ઉત્તરથી છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી છવાઈ ગયું છે. જેની સીધી અસર આ બંને રાજ્યો પર થઈ રહી છે. હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે, હજી આગામી બે-ત્રણ દિવસ પણ ઠંડીમાં કોઈ રાહત મળવાના નથી. કોલ્ડવેવની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિલર કોલ્ડનો માહોલ રહેશે. ગુજરાતમાં અતિશય ઠંડી રહેવાની છે. આગામી દિવસમાં તાપમાન વધુ નીચે જઈ શકે છે.
દેશના અન્ય રાજ્યોની સ્થિતિ...
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો રવિવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીની પાસે પૂર્વી ઉત્તર પ્રદેશમાં બહુ જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તો ઉત્તરાખંડ, ઉત્તરી રાજસ્થાન, ઉત્તરી મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ઓરિસ્સામાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે