ઠંડા પવનો News

કડકડતી ઠંડી આખરે વિદાય લેશે તેના અપડેટ આવી ગયા, હવામાન ખાતાએ કહ્યું કે....
રાજ્યમાં ઠંડીનું જોર વધતાં ફરીથી ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસા શહેરનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને ભુજનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 13 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે. ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પોષ મહિનાની અમાસ બાદ શિયાળાની ઠંડીનો છેલ્લો ચમકારો જોવા મળી રહ્યો છે. મહા મહિનાની આ ઠંડી પછી શિયાળો વિદાય લેશે.
Jan 25,2020, 8:18 AM IST
ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે
Jan 16,2020, 13:50 PM IST
ઉત્તરથી ફૂંકાયેલા ઠંડા પવનોએ ગુજરાતે ઠાર્યું, શીતલહેરની હવામાન વિભાગની આગા
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાએ સમગ્ર રાજ્ય સહિત ગુજરાતને ઠૂંઠવી (coldwave in gujarat) નાંખ્યું છે. હાલ પણ ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે, ત્યારે ગુજરાતમાં ઠંડીથી કોઈ રાહત મળી નથી. ગુજરાતના અનેક શહેરોના તાપમાનમાં એકથી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો બીજી તરફ નેપાળ, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલવાસીઓને ઠંડીથી કોઈ રાહત મળી નથી. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક શહેરોનું તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. તો ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ભૂજ, નલિયા અને રાજકોટમાં 9 ડિગ્રી, અમરેલીમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન.. 8 દિવસ શીતલહેરનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. 
Jan 4,2020, 9:51 AM IST
માઉન્ટ આબુનો ખુશનુમા નજારો જોઈ પ્રવાસી બોલ્યા, ‘આ તો કાશ્મીર જેવુ લાગે છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 3-4 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વરતાવવાનું ચાલુ કર્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન (Hill station) માઉન્ટ આબુ (Mount Abu) માં આજે તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ છે. જેમાં પાણીના વાસણો તેમજ ખુલ્લા મેદાનમાં બરફની ચાદર પથરાઈ છે. જેને લઈને માઉન્ટ આબુનું વાતાવરણ ખુબજ અહલાદક લાગી રહ્યું છે. જોકે ઠંડી (Coldwave) ના કારણે પ્રવાસીઓને તો મજા આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકો અને ખેડૂતોને તકલીફ થઈ રહી છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડમાં જમીન ઉપર તેમજ વાહનો ઉપર બરફની ચાદર જામી ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
Dec 30,2019, 11:30 AM IST

Trending news