મુખ્યમંત્રીના ટ્રસ્ટે શેરીમાંથી કચરો વીણતા બાળકોને આપ્યું અનોખું પ્લેટફોર્મ

ગરીબ બાળકોને ટ્રસ્ટ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવાડમાં આવ્યું અને તેમણે બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ પણ કરવામાં આવ્યું, દિવાળીમાં રાજકોટવાસીઓ કરી રહ્યા છે ધૂમ ખરીદી

મુખ્યમંત્રીના ટ્રસ્ટે શેરીમાંથી કચરો વીણતા બાળકોને આપ્યું અનોખું પ્લેટફોર્મ

રક્ષિત પંડ્યા/ રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકોટમાં તેમના પુત્રના નામે 'શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ' છેલ્લા 24 વર્ષથી ચાલે છે. તેમના ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિના ભાગરૂપે જ શેરીમાંથી કચરો વીણતા બાળકોને શોધીને તેમને 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. 

આ તાલીમ દરમિયાન બાળકોએ તૈયાર કરેલી વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચેરમેનશીપ હેઠળ ચાલતા આ ટ્રસ્ટના ૧૫૦થી વધુ બાળકોએ પોતાના હાથે માટી અને પસ્તીમાંથી દીવા તેમજ અવનવી સુશોભન ચીજ વસ્તુઓ તૈયાર કરી છે. 

ગરીબ પરિવારનાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓને શનિવારથી બે દિવસ સુધી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આવીને ખરીદી કરી રહ્યા છે.

પ્રદર્શનમાંથી દિવળાની ખરીદી કરવાથી ગરીબોના ઘરમાં પણ પ્રકાશ પેદા થાય છે. તેથી શહેરના તમામ લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અને તેમના જરૂરિયાતની વસ્તુ અહીંથી ખરીદવા માટે ટ્રસ્ટ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. 

આ અંગે મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ જણાવ્યું કે, પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા ખાસ તાલીમ આપવામાં આવી હતી.

ત્યાર બાદ બાળકોએ પોતાના ઇનોવેટીવ વિચારોથી દીવા સહીતની શુશોભન વસ્તુઓ તૈયાર કરી છે. પ્રદર્શનમાં વસ્તુઓના વેચાણમાંથી થતી આવકની રકમ બાળકોના પરિવારને આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news