રેકોર્ડવીર કોહલીની વધુ એક સિદ્ધિ, મેથ્યુ હેડનના રેકોર્ડની કરી બરોબરી

પોતાના કેરિયરના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી વનડેમાં 25 રન બનાવતા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ મેથ્યૂ હેડનના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. 

 રેકોર્ડવીર કોહલીની વધુ એક સિદ્ધિ, મેથ્યુ હેડનના રેકોર્ડની કરી બરોબરી

પુણેઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પિચ પર બેટિંગ કરવા ઉતરે છે ત્યારે એક નવો રેકોર્ડ તેની રાહ  જોતો હોય છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીના પ્રથમ બે વનડેમાં સદી ફટકારનાર વિરાટ કોહલી જ્યારે  પુણેમાં ત્રીજા વનડેમાં બેટિંગ કરવા ઉતર્યો તો આ વખતે પણ વધુ એક રેકોર્ડ તેની સામે હતો. આ રેકોર્ડ હતો  વનડેમાં સતત ઈનિંગમાં 25 કે તેથી વધુ રન બનાવવાનો. 

આ વખતે પણ કોહલીએ પોતાના ફેન્સને નિરાશ ન કર્યો. જ્યારે તેણે પોતાની ઈનિંગના 25 રન પૂરા કર્યા તો તેણે  ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડનના વનડેની સતત 16 ઈનિંગમાં 25 રન કે તેથી વધુ રન બનાવવાની  બરોબરી કરી લીધી હતી. 

કોહલી અને હેડન બાદ ઓસ્ટ્રેલિયાના માઇક હસીનો નંબર આવે છે. હસીએ સતત 13 ઈનિંગમાં 25 કે તેથી વદુ રન  બનાવ્યા હતા. કોહલીની આ સફર 1 ઓક્ટોબર 2017ના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં શરૂ થઈ હતી, જે હજુ ચાલું છે. 

આ છે કોહલીની 16 ઈનિંગ- 39, 121, 29, 113, 112, 46 અણનમ, 160 અણનમ, 75, 36, 129 અણનમ, 75, 45,  71, 140 અને 157 અણનમ, 90 રન (ઈનિંગ ચાલુ)

તો હેડનની આ સફર 20 ફેબ્રુઆરી 2006ના હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થઈ હતી, જે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ  બરોડામાં 11 ઓક્ટોબર 2007 સુધી ચાલું રહી હતી. 

આ છે હેડનની 16 ઈનિંગ- 181 અણનમ, 60, 29, 101, 158, 47 અણનમ, 41, 103, 41, 38, 34, 75, 60, 92 અને  29 રન.

કોહલીની વધુ એક સિદ્ધિ
કેરિયરના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ ઈનિંગમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલી  એશિયામાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 117 ઈનિંગમાં 6000 રન પૂરા કર્યા  છે. આ પહેલા રેકોર્ડ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. તેંડુલકરે 142 ઈનિંગમાં 6000 રન  બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news