દાઉદી વોહરા સમાજે રાજ્યની ઉત્કર્ષની ભાવનાને મજબૂત કરી છે: સીએમ રૂપાણી

વોહરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના મુફદ્દલ સૈકુદીનના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યાં હતાં. ડો. સૈયદના મુફદ્દલ સૈફુદીનના 75માં જન્મદિવસની સુરતના દેવજી ખાતે ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વોહરા સમાજના લોકો હાજર રહ્યાં હતાં. દેશભરમાંથી આવેલા સૈયદના સાહેબના અનુયાયીઓ દ્વારા માર્ટ પોસ્ટ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સૌની સાથે એકરૂપ થઇ જવાની ગુજરાતીઓની લાક્ષણિકતા છે.
દાઉદી વોહરા સમાજે રાજ્યની ઉત્કર્ષની ભાવનાને મજબૂત કરી છે: સીએમ રૂપાણી

તેજસ મોદી, સુરત: વોહરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના મુફદ્દલ સૈકુદીનના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યાં હતાં. ડો. સૈયદના મુફદ્દલ સૈફુદીનના 75માં જન્મદિવસની સુરતના દેવજી ખાતે ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વોહરા સમાજના લોકો હાજર રહ્યાં હતાં. દેશભરમાંથી આવેલા સૈયદના સાહેબના અનુયાયીઓ દ્વારા માર્ટ પોસ્ટ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સૌની સાથે એકરૂપ થઇ જવાની ગુજરાતીઓની લાક્ષણિકતા છે.

ત્યારે દાઉદી વોહરા સમાજે પણ દૂધમાં સાકળ ભળે તેમ ભળીને રાજ્યના ઉત્કર્ષની ભાવનાને મજબૂત કરી છે. જે ધરતી પર રહીએ તેને વફાદરા રહેવું એ વોહરા સમાજની તાસીર રહી છે. એવો સૈયદના સાહેબના કથનને આ સમાજ મૂર્તિમંત કરે છે. સૌનો સાથ, સૌનો વિકાસએ વિકાસમંત્ર બને અને રાજ્યનો વિકાસ દેશ માટે રોલમોડેલ બને એ દિશામાં આપણે સૌ સાથ સહકારથી આગળ વધીએ. દાઉદી વોહરા સમુદાય દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રકારની સામાજિક પહેલોની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વોહરા સમાજે શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સમાજસેવા દ્વારા જરૂરિયાતમંદ લોકોના જીવનધોરણને સુધારવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

દાઉદી વોહરા સમાજે કરેલા પ્રદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સમુદાયે હંમેશાં ગુજરાત અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, આ સમાજ ભારતીય સંસ્કૃતિ, દેશની તાકાતને સમગ્ર દુનિયામાં પ્રસરાવવાના મહત્વના કાર્યને ગતિમાન રાખશે. તેમણે આવનારા દિવસોમાં ડો. સૈયદનાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવાય તેવી આકાંક્ષા વ્યક્ત કરી તેમના દીર્ઘાયુની કામના કરી હતી. રાજ્યની સાડા છ કરોડની જનતા વતી મુખ્યમંત્રીએ મિલાદ મહોત્સવ પ્રસંગે જન્મદિનની તેમજ આ પ્રસંગે યોજાયેલા સમૂહલગ્ન નિમિત્તે નવદંપતિઓને અભિનંદન પાઠવ્યા હતા.

સીએમ રૂપાણીએ ડો. સૈયદના સાહેબને તેમના વતન રાજકોટમાં પધારવાની આગ્રહભરી દાવત આપી હતી. વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દાઉદી વોહરા સમાજ સાથે વિશેષ નાતો રહ્યો હોવાનું જણાવી વડાપ્રધાને ડો. સૈયદના સાહેબને પાઠવેલા શુભકામનાઓના લિખિત સંદેશો વાંચી સંભળાવ્યો હતો. આ પહેલા ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મુખ્યમંત્રીશ્રીનું શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન સન્માન કર્યું હતું.

આ પ્રસંગે યોજાયેલી શાનદાર પ્રોસેશનનું ડો. સૈયદના સાહેબ તેમજ મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું. દેશના અલગ અલગ વિસ્તારોથી આવેલા દાઉદી વ્હોરા સમાજના રપ જેટલા બેન્ડે મધુર સુરાવલી છેડીને આકર્ષણ જમાવ્યું હતું. સૈફી સ્કાઉટ, બુરહાની ગાર્ડ, તાહેરી બેન્ડ, બાઈક રાઈડર્સ, સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ભવ્ય પ્રોસેશનમાં દેશ-વિદેશમાંથી વ્હોરા સમાજના લાખો અનુયાયીઓ ઉમટી પડયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news