ગાંધીનગર: પંચદેવ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

દિવાળીના દિવસે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કર્યા બાદ નવા વર્ષની શરૂઆત ભક્તો ભગવાનના દર્શન કરીને કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સૌથી જૂના પંચદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે

ગાંધીનગર: પંચદેવ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર: દિવાળીના દિવસે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કર્યા બાદ નવા વર્ષની શરૂઆત ભક્તો ભગવાનના દર્શન કરીને કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સૌથી જૂના પંચદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પંચદેવ મંદિરે આવી પહોંચ્યા હતા અને ભગવાનની આરતી કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. આ સાથે જ રાજ્યના તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગાંધીનગર સેક્ટર 21માં આવેલા પંચદેવ મંદિરમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી તેમની પત્ની સાથે ભગવાનની પૂજા અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું. આ સાથે તેમણે રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીને લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સીએમ રૂપાણીએ વધુમા જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી વધુ વિકાસશીલ રાજ્ય બનીને આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે, ગુજરાત સલામત, સુરક્ષિત અને સમૃદ્ધમય બને તેવી ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ મંત્રને લઇને બધાને સાથે લઇને આપણે બધા આગળ વધીએ એ આજના દિવસે બધાને શુભકામાનઓ પાઠવી હતી.

જો કે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને સીએમ રૂપાણીએ વધુમા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કેન્દ્ર સરકારનો કાર્યક્રમ છે. 30મી ઓક્ટોબરના રાત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને 31 ઓક્ટોબરના સીધા કેવડિયા જશે. કેવડિયામાં એકતા દિવસની ઉજવણી કરી અને પ્રોબેશનર આઇએસ, આપીએસ, આઈએફએસ તમામ ઇન્ડિયન એડમિસ્ટ્રેટર અધિકારીઓની ચિંતન બેઠકમાં ભાગ લઇ ત્યારબાદ વડોદરાથી દિલ્હી જશે.

વધુમા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સરદાર પટેલના જન્મ દિવસ 31મી ઓક્ટોબરે આપણે સરદાર પટેલના જન્મ દિવસને એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. સમગ્ર ગુજરાતમાં સવારમાં 7 વાગે રન ફોર યુનિટીનો કાર્યક્રમ કરવામાં આવશે.દરેક જિલ્લા કેન્દ્રો ઉપર 33 જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે પોલીસના અલગ અલગ દળો દ્વારા એક માર્ચ પાસ્ટ પણ મુખ્ય માર્ગ પર યોજવામાં આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news