PM મોદી આજે જશે સાઉદી અરબ, પાકિસ્તાન નહીં વાપરવા દે પોતાનો એરસ્પેસ
પાકિસ્તાને રવિવારે દાવો કર્યો કે ભારતે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની યાત્રા માટે પાકિસ્તાનના એર સ્પેસના ઉપયોગની મંજૂરી માંગી હતી જેને નામંજૂરી કરી દેવાઈ છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાને રવિવારે દાવો કર્યો કે ભારતે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની યાત્રા માટે પાકિસ્તાનના એર સ્પેસના ઉપયોગની મંજૂરી માંગી હતી જેને નામંજૂરી કરી દેવાઈ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ રવિવારે કહ્યું કે પાકિસ્તાને ભારતની માગણી ફગાવી છે જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની યાત્રા માટે તેમના વિમાનને પાકિસ્તાનના એરસ્પેસમાંથી પસાર થવા દેવાની મંજૂરી માંગવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારત સરકારે પીએમ મોદીના વિમાન માટે 28 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના એરસ્પેસના ઉપયોગની મંજૂરી માંગી હતી. મોદી 29મી ઓક્ટોબરના રોજ થનારા એક સંમેલનમાં ભાગ લેવા માટે સાઉદી અરબ રવાના થવાના છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ આ સંમેલનમાં ભાગ લેવા માટે 28 ઓક્ટોબરે સાઉદી અરબ જશે.
જુઓ LIVE TV
રેડિયો પાકિસ્તાનના રિપોર્ટમાં કહેવાયું છે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, આ નિર્ણય જમ્મૂ-કાશ્મીરમાં માનવાધિકાર ભંગ અને કાળા દિવસને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. પાકિસ્તાન કથિત રૂપે કાશ્મીરીઓના સમર્થનમાં રવિવારે કાળો દિવસ મનાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે 27 ઓક્ટોબર 1947ના દિવસે જ ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરને પોતાના કબ્જામાં લીધુ હતું અને તેની યાદમાં દર વર્ષે આ કાળો દિવસ ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ પાકિસ્તાને પીએમ મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી પસાર થવા દીધુ નહતું. તે સમયે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતાં. પાકિસ્તાને ગત મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને પણ એરસ્પેસ વાપરવાની ના પાડી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે